આરોપી હેમંત ઉર્ફે ગોટુ
અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે જાડેજાની ટીમના પો.સ.ઈ. આઇ.એમ.ઝાલા તથા ASI. રાજેશકુમાર દામોદરપ્રસાદ, H.C. પ્રદીપસિંહ મહીપાલસિંહ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી હેમંત ઉર્ફે ગોટુ સન/ઓફ સુર્યકાંતભાઇ વૈધ ઉ.વ.૪૯ રહે- સી/૮૦, સર્વોદય વિભાગ-૧, કાલુપુર બેન્કની સામે, સોલા રોડ, ઘાટલોડીયા અમદાવાદને ઘાટલોડીયા પાવાપુરી AMTS બસ સ્ટેન્ડ પાસે થી ઝડપી લીધો હતો.આરોપી પાસેથી બ્લેક કલરની આસમાની-ગ્રે પટ્ટા વાળી હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક જેની આગળ પાછળ આર.ટી.ઓ નંબર લખેલ નથી જેની કિ.રૂ.૧૫,૦૦૦/- ની સાથે મળી આવતાં. મો. સા. C.R.P.C. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે. આરોપીને વધુ તપાસ અર્થે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.