પેપરલીક કેસમાં આંતરરાજ્ય ગેંગના આરોપીઓ પાસે પેપર ખરીદ કરનાર ૩૦ જેટલા પરીક્ષાર્થીઓને ઝડપી પાડતી ગુજરાત એ.ટી.એસ.

Spread the love

પેપરલીકના આરોપીઓને ૧૨ થી ૧૫ લાખ રૂપીયા આપવાના નક્કી કરવામાં આવેલ.  મળેલ જુનીયર કલાર્કની પરીક્ષાના કોલ લેટર, કોરા ચેક, અસલ સર્ટીફીકેટ તથા અન્ય ટેકનિકલ પુરાવાના આધારે પરીક્ષાર્થીઓની ધરપકડ કરવામાં આવી

અમદાવાદ

પેપર લીક કેસના મુખ્ય આરોપી પ્રદીપ નાયકે ૨૯/૦૧/૨૦૨૨ ના રોજ લેવાનાર જુનીયર કલાર્કની પરીક્ષાનું પેપર મુળ ઓડીશાના જીત નાયક ઉર્ફે શ્રધાકર લુહા સ/ઓ સહદેવ લુહાનાએ તે હૈદરાબાદ ખાતેની કે.એલ. હાઇ-ટેક પ્રેસ કે જ્યાં તે નોકરી કરી રહેલ છે ત્યાંથી પૈસાની લાલચમાં લાવી આપેલ. જેને બાદમાં પ્રદીપ દ્વારા ઓડીશા ખાતે ક્લાસીસ ચલાવતા તેના એક મિત્ર સરોજનો સંપર્ક કરેલ જેણે આ પેપર તેના સાગરીતો નામે મોરારી, કમલેશ, ફિરોઝ, સર્વેશ, મિન્ટુકુમાર, પ્રભાત તથા મુકેશકુમાર, તમામ રહે બિહારનાઓ દ્વારા ગુજરાતમાં વેચાણ કરવા સારૂની ચેનલ ગોઠવી આપેલ જે આધારે મિન્ટુકુમાર દ્વારા વડોદરા ખાતેની Pathway Education Service ના એમ.ડી. તથા વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર પરીક્ષા સેન્ટર ચલાવતા મુળ રહેવાસી બિહારના ભાસ્કર ગુલાબચંદ ચૌધરી હાલ રહે. વડોદરા તથા અમદાવાદ ખાતે દિશા એજ્યુકેશન ના એમ.ડી. કેતનભાઇ બળદેવભાઇ બારોટ રહે. વડોદરા નાઓનો સંપર્ક કરેલ. જે અંગે ભાસ્કર તથા કેતન દ્વારા આ બાબતે તૈયારી દર્શાવતા ઉપરોક્ત તમામ આરોપીઓ ઓડીશા તથા બિહાર ખાતેથી વડોદરા આવવા રવાના થયેલ તથા મુળ ઓડીશા અને હાલ સુરતમાં રહેતા નરેશ મોહન્તી નાઓને પણ આ સારૂં સાથે લીધેલ. દરમ્યાન ભાસ્કર તથા કેતન દ્વારા તેઓના ગુજરાત ખાતેના અન્ય એજન્ટો નામે હાર્દિક શર્મા, પ્રણવ શર્મા, અનિકેત ભટ્ટ તથા રાજ બારોટ નાઓને પણ વડોદરા ખાતે બોલાવી લીધેલ. ઉપરોક્ત તમામ આરોપીઓ વડોદરા ખાતેની ભાસ્કર ચૌધરીની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ઉપર ભેગા થયેલ, જ્યાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા રેઇડ કરવામાં આવેલ જેમાં ૧૫ આરોપીઓને લીક થયેલ પેપર સાથે પકડી પાડેલ તથા તપાસ દરમ્યાન પેપર લીકના અન્ય ૪ આરોપીની ધરપકડ કરવામાં આવેલ. જે અંગે ગુજરાત એ.ટી.એસ. ખાતે ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ તથા ૧૨૦(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જેમાં તા.૨૯/૦૧/૨૦૨૨ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) વર્ગ-૩ની પરીક્ષાનું પેપર લીક કરનાર આંતર રાજ્ય ગેંગના કુલ ૧૯ જેટલા આરોપીઓ તથા એજેન્ટોની ધરપકડ કરવામાં આવેલ જેઓ ત્યાર બાદથી હાલ સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં છે.

આ પેપર લીક કેસના મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરીની વડોદરા ખાતેની સ્ટેકવાઇઝ ટેકનોલોજી ઓફીસ પર રેઈડ દરમ્યાન તેની ઓફીસ ખાતેથી તથા આ કેસમાં સંડોવાયેલ અન્ય આરોપી એજન્ટોના વાહનોમાંથી આ ધરપકડ કરેલ પરીક્ષાર્થીઓના, તા.૨૯/૦૧/૨૦૨૨ ના રોજ લેવાનાર જુનીયર કલાર્કની પરીક્ષાના કોલલેટર, કોરા ચેક, અસલ સર્ટીફીકેટ તથા અન્ય દસ્તાવેજો મળી આવેલ. આ ધરપકડ કરેલ પરીક્ષાર્થીઓની વધુ પુછ-પરછ કરતાં પરીક્ષાર્થીઓને વડોદરા ખાતે સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફીસ ખાતે જુનીયર કલાર્કની પરીક્ષાના આગળની રાત્રે જુનીયર કલાર્કની પરીક્ષામાં પુછાનાર પ્રશ્નોની વિગતો આપવામાં આવનાર હતી જેના બદલામાં તેઓ દ્વારા પેપરલીકના આરોપીઓને ૧૨ થી ૧૫ લાખ રૂપીયા આપવાના નક્કી કરવામાં આવેલ. ઉપરોક્ત મળેલ જુનીયર કલાર્કની પરીક્ષાના કોલલેટર, કોરા ચેક, અસલ સર્ટીફીકેટ તથા અન્ય ટેકનિકલ પુરાવાના આધારે પરીક્ષાર્થીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

ઉપરોક્ત ૩૦ પરીક્ષાર્થીઓની ધરપકડ કરવામાં આવેલ છે તથા આ પેપર લીક સાથે સંકળાયેલ બાકી રહેલ પરીક્ષાર્થીની ધરપકડ કરવાની તપાસ/તજવીજ ચાલુ છે.ભવિષ્યમાં કોઇ પરીક્ષાર્થી આવા પેપરલીક કરવાનો પ્રયત્ન ન કરે તે માટે આ પકડાયેલ તમામ પરીક્ષાર્થીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તથા અન્ય સત્તાધિશોને જાણ કરવામાં આવેલ છે.

ગુજરાત એ.ટી.એસ. પોતાની સતર્કતા અને કર્તવ્યનિષ્ઠા તથા કામ પ્રત્યેના સમર્પણ ના કારણે પેપર લીક સાથે સંકળાયેલ 30 જેટલા આરોપી પરીક્ષાર્થીઓની તથા પેપરલીક ગેંગના ૧૯ એમ કુલ-૪૯ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેના કારણે રાજ્યના યુવાન છાત્રો સાથે થનાર ગેરરીતી અટકાવી શકાઇ છે. આ સમગ્ર ઓપરેશન દરમ્યાન ગુજરાત એ.ટી.એસ. દ્વારા અનુકરણીય સંકલન અને ટીમ નિર્માણ ક્ષમતા દર્શાવેલ છે. તેમજ ભવિષ્યમાં પણ રાજ્યના બુદ્ધીધન સાથે કોઇ અન્યાય ન થાય તે માટે ગુજરાત એ.ટી.એસ. પ્રતિબધ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com