GCCI ટેક્સટાઈલ લીડરશીપ કોન્કલેવ 2નું ક્લબ 07 ખાતે ૮મીએ આયોજન : ટેક્સટાઇલ ઈન્ટરેકટીવ મીટ” માં ઉદ્યોગની વિવિધ સમસ્યાઓ અંગે અર્થપૂર્ણ સંવાદ

Spread the love

 

રિપોર્ટર : પ્રફુલ પરીખ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે, ગૃહ અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી,જર્શનાબેન જરદોશ, જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે

ગુજરાત એ દેશ માટે ટેક્સટાઈલનું હબ રહ્યું છે : પથિક પટવારી

ઇતિહાસમાં ક્યારેય નથી બની એવી ટેકસટાઇલ ડિજીટલ ડિરેક્ટરીનું અનાવરણ કરાશે : કડક કાયદાના લીધે પ્રોસેસ હાઉસ ઉદ્યોગ ૧૦૦ ટકા બીજા દેશોમાં સ્થળાંતર થયા : સૌરીન પરીખ

ટેકસટાઇલ ઉદ્યોગમાં નવી જનરેશનનું આકર્ષણ ઓછું છે એ લોકોને ન્યુ જનરેશન બિઝનેસ જેવા કે આઇટી, સ્ટાર્ટઅપમાં વધુ રસ : રાહુલ શાહ

અમદાવાદ

જીસીસીઆઇના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તારીખ 8મી એપ્રિલ, 2023ના રોજ ક્લબ 07, શેલા, અમદાવાદ ખાતે ટેક્સટાઈલ ઈન્ટરએક્ટિવ મીટ તેમજ “ટેક્ષટાઈલ લીડરશીપ કોન્કલેવ” ની દ્વિતીય આવૃત્તિનું આયોજન કર્યું છે.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે, ગૃહ અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી, ટેક્સટાઇલ ઈન્ટરેકટીવ મીટ” માં ઉદ્યોગની વિવિધ સમસ્યાઓ અંગે અર્થપૂર્ણ સંવાદમાં જર્શનાબેન જરદોશ, કાપડ રાજ્ય મંત્રી ભારત સરકાર,જગદીશ વિશ્વકર્મા, ઉદ્યોગ મંત્રી, ગુજરાત રાજ્ય , પ્રાજક્તા વર્મા, IAS, સંયુક્ત સચિવ કાપડ મંત્રાલય, ભારત સરકાર, રોહિત કંસલ, AS, અધિક સચિવ, કાપડ મંત્રાલય, ભારત સરકાર,રાજીવ સક્સેના, સંયુક્ત સચિવ, કાપડ મંત્રાલય, ભારત સરકાર , એસ.પી. વર્મા, એડિશનલ ટેક્સટાઈલ કમિશનર, ટેક્સટાઈલ કમિશનર ઓફિસ, ભારત સરકાર, લીડરશીપ કોન્ફ્લેવ માં ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં વર્લ્ડ કોટન સીનારિયો અને ઈન્ડિયા વર્સીસ રેસ્ટ ઓફ વર્લ્ડ ઇન ટેકસટાઇલનો મુદ્દો રહેશે. ગુજરાત એ દેશ માટે ટેક્સટાઈલનું હબ રહ્યું છે.વેલ્યુ એડીશન વધારે થાય અને ગુજરાત ને ફાયદો થાય ,દેશમાં આપણો એક્સપોર્ટ વધી શકે અને દરેક ઉદ્યોગને ફાયદો થઈ શકે .ઉદ્યોગ સાથે જોડાયેલી દરેક વેલ્યુ આ કાર્યક્રમમાં જોડાય અને કોઈ ઉકેલ આવે તેવો અમારો નમ્ર પ્રયાસ છે.

બજેટ વખતે ઇમ્પોર્ટ ડ્યુટી મશીનરી રદ કર્યા બાદ નવી પોલિસી વિશે વિચારવું જોઈએ : સૌરીન પરીખ

જીસીસીઆઇના ટેકસટાઇલ ટાસ્કફોર્સના ચેરમેન સૌરીન પરીખે જણાવ્યું હતું કે ફાર્મ ટુ ફેશન ટુ ફોરેન એ પીએમ મોદીની વિઝીનરી લાઈન છે.જેમાં ગુજરાતમાં ટેકસટાઇલ પોલિસી લાવી શરૂઆત કરી હતી.દેશમાંથી કુલ ૧૦૦ લોકોને આમંત્રિત કરાયા છે. મેગા ટેકસટાઇલ પાર્ક લેન્ડ અલોટમેન્ટ પ્રોજેકટ એલોટમેન્ટ ભારત સરકારે કર્યા પછી નવા સ્તર પર પહોંચશે. ચાઇના સિવાય યુરોપ અને યુએસ જેવો એક બાયર હોવો જોઈએ જો એ પોલિસીને ધ્યાન માં રાખીને તો એ તક ભારત પાસે છે. ઉદ્યોગનું ભવિષ્ય, કોટનની પરિસ્થિતિ,મહત્તા ની ચર્ચા થશે. ઇતિહાસમાં ક્યારેય નથી બની એવી “ટેકસટાઇલ ડિજીટલ ડિરેક્ટરી” અને ” ઓલ ઈન્ડિયા ટેકસટાઇલ એસોસિયેશનની ડિરેક્ટરી” નું અનાવરણ કરાશે. પ્રશ્નની યાદી વિશે જવાબ આપતા જણાવ્યું કે બજેટ વખતે ઇમ્પોર્ટ ડ્યુટી મશીનરી રદ કર્યા બાદ નવી પોલિસી વિશે વિચારવું જોઈએ. ગારમેન્ટ,ટેકસટાઇલ પોલિસી એક્સટેન્ડ,ટેકનીકલ ટેકસટાઇલને વધારે મહત્વ , એમએસએમઈ ને કેવી રીતે સામિલ કરી શકાય જેવા પ્રશ્નો છે. ઉદ્યોગો બીજા દેશમાં ગયા તેના જવાબમાં કહ્યું કે પ્રોસેસ હાઉસ ઉદ્યોગ ૧૦૦ ટકા બીજા દેશોમાં સ્થળાંતર થયા છે.બીજી તરફ બાંગ્લાદેશમાં ડોલર ની તંગી હોવાના કારણે ૩૦ થી ૪૦ ટકા ઉદ્યોગ બંધ છે અથવા ધીમા છે.જ્યારે પ્રોસેસ હાઉસ માં ZLD ( ઝીરો લિકવીડ ડિસચાર્જ ) કરવું હોય તો કાયદો એક અનુસરે જ્યારે બીજો નહિ આમ કડક કાયદાના લીધે પ્રોસેસ ઉદ્યોગ ટ્રાન્સફર થયા છે.રાજ્ય સરકાર ZLD અને પ્રદૂષણ અંકુશ કરવા માંગતી હોય તો ZLD થી ઇન્વેસ્ટમેન્ટ વધારે પરંતુ આગળ ચલાવવા એટલે કે રન કરવા પણ ફાયદા આપવા જોઈએ. ટફ ની સ્કીલ ડિમાન્ડ ૨૦૨૨ પછીની છે જેથી હાલમાં ૩૫ ટકા ઇન્વેસ્ટમેન્ટ માં વધારો થવાથી તેને પહોંચી વળવા માટે કોઈ કેન્દ્ર સરકારની સ્કીમ હોવી જરૂરી છે.ભારતમાં વેલ્યુ એડીશન સાથેનું એક્સપોર્ટ થવું જરૂરી છે.આ વર્ષે ફક્ત ૧૦ લાખ ગાંસડી એક્સપોર્ટ થશે જે પહેલા ૯૫ લાખ થતી હતી.કોટન યાર્ન નું એક્સ્પોર્ટ અટકાવી ગારમેંન્ટ લેવલ સુધીનું એક્સ્પોર્ટ કરીશું તો જ ભારતના ઉધોગોને ફાયદો થશે.જેથી ટફ જેવી અન્ય પોલિસી લાવવી જરૂરી છે.કોટન સોઇંગ ભારતમાં ૧૨૦ થી ૧૨૯ લાખ હેક્ટર થાય છે પરંતુ હેક્ટર દીઠ રૂ ની સોઈંગ ૫૪૦ થી ૬૦૦ કિલો વચ્ચે છે.ઓસ્ટ્રેલિયા , ચીન અને અમેરિકા ની રૂ ની સોઈંગ ૧૧૦૦ થી ૧૮૦૦ કિલો છે અને વર્લ્ડની એવરેજ ૮૦૦ કિલો છે. સ્ટેબલ કોટનના સપ્લાય માટે સોઈંગ એક વીઘાનાં જો દોઢો કરી શકીએ તો પણ ભારત દેશની ટેકસટાઇલ નો ગોલ્ડન ટાઈમ આવશે તેવું માની શકાય. સ્ટેબિલીટી માટે કોટનની અવેલીબિલિટી સારી રીતે વધારે થવી જોઈએ . કોટનની હાલની કિંમત એમએસપી થી ઘણી ઊંચી છે.૧૦ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી નો નિર્ણય ખોટો ગણી શકાય.

ટફ ( ટેકસટાઇલ અપગ્રેડેશન ફંડ) પોલિસી ગત માર્ચ માં બંધ થઈ જેથી નવી પોલિસી લાવવી : રાહુલ શાહ

જીસીસીઆઈ ના ટેકસટાઇલનાં કો – ચેરમેન રાહુલ શાહે જણાવ્યું હતું કે ટફ ( ટેકસટાઇલ અપગ્રેડેશન ફંડ) પોલિસી ગત માર્ચ માં બંધ થઈ જેથી નવી પોલિસી લાવવા અને ગુજરાતની સ્ટેટ લેવલ ટેકસટાઇલ પોલિસી ડીસે.૨૦૨૩ માં બંધ થાય છે.જેની નવી પોલિસી કેવી આવશે તેની રજૂઆત કરીશું. ફાર્મ ટુ ફેશન સર કરવા ગારમેન્ટ પોલિસી ઓફ ગુજરાત પણ ઓકટો.૨૦૨૩ માં બંધ થાય છે જેની નવી પોલિસી અંગે પણ ચર્ચા કરીશું. ટેકસટાઇલ ઉદ્યોગ માં નવી જનરેશનનું આકર્ષણ ઓછું છે એ લોકોને ન્યુ જનરેશન બિઝનેસ જેવા કે આઇટી, સ્ટાર્ટઅપ માં વધુ રસ છે.નવા જનરેશન ને મોટીવેશન કરવા માટે આ કાર્યક્રમમાં આવવા શેર કરીશું.નવા જનરેશન થી જ ટેકસટાઇલ ભવિષ્ય આગળ વધી શકે તેમ છે. જી સી સી આઈ દ્વારા ટેકસટાઇલ ગલાન્સ કોર્સ માં ટેકસટાઇલ ચેઈન સમજાવાય છે.લગભગ ૫૦ લોકો ભારતમાં થી આ કોર્સ કર્યો છે.આઈડિયા કોંકલેવ માં ત્રણ મોટા ઉદ્યોગપતિઓ પસંદ કરી પ્રેસન્ટેશન અપાયું હતું.જેમાંથી લોકો ઓપરેશનલ એફિસી યન્સી, પ્રોફિટ અને પ્રોડક્ટ જનરેશન, ન્યુ આઈડિયા ડેવલપમેન્ટ, શીખી ને ગયા.

વેપારીઓની ફરિયાદોમાં ૧૬૦ કરોડમાંથી ૪૦ કરોડની રિકવરી મેળવી : ગૌરાંગ ભગત

મસ્કતી કાપડ મહાજન માર્કેટના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે ૧૯૦૬ થી આ ચાલુુ છે.આરબીટેશનમાં બે કોર્ટ છે જેમાં એક ચેરમેન અને નવ સભ્યો છે.અમદાવાદ માં વેપારીઓની ૩૨૦૦ ફરિયાદોમાં કુલ લગભગ ૧૬૦ કરોડમાંથી ૪૦ કરોડની રિકવરી મેળવી છે .જેમાં સમજાવટ અને પૈસા રોકાયા હોય તો શોર્ટ આઉટ કરવામાં આવ્યા છે. કોર્ટમાં ઉકેલ ન આવે તો જે સરકાર સમક્ષ પોલીસ સ્ટેશનની માંગણી કર્યા બાદ જે સીટની રચના કરવામાં આવી છે ત્યાં ફરિયાદ કરી શકાય છે . આમાં એક પીએસઆઈ અને ૧૨ પોલીસ કર્મીઓ છે. આ ઉપરાંત EOD માં પણ ફરિયાદ કરી શકાય છે.૧૩૮ કેસ નો ઝડપી નિકાલ થાય તે અંગે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરીશું.

ટેક્સટાઇલ લીડરશીપ કોન્સ્લેવ દ્વિતીય માં પ્રતિષ્ઠિત વક્તાઓ કુલીન લાલભાઈ (અરવિંદ ગ્રુપ), શ્રી સંતોષ બાથિયા (સિટીઝન અમ્બ્રેલા ગ્રુપ), ડો. શરદ શરાફ (ટેકનો ક્રાફ્ટ ગ્રુપ) અને શ્રી સંજય જૈન (TT Group) તેઓની વ્યક્તિગત વ્યવસાયિક સફર, પડકારો, તેમજ સફળતા ની વાત પ્રસ્તુત કરશે શ્રી કુશલ શાહ (LDC ગ્રૂપ) અને શ્રી પ્રાંત અગ્રવાલ (વજીર કન્સલ્ટન્સી) વર્લ્ડ કોટન સિનારીયો અને ગ્લોબલ ઈન્સાઈટસ ઓન ટેક્સટાઈલ – ભારત અને વિશ્વના અન્ય દેશોની સરખામણી વિશે ચર્ચા કરશે. સમગ્ર ભારતમાં જીનિંગ, સ્પિનીંગ, વિવિંગ, પ્રોસેસિંગ, ગાર્મેન્ટિંગ, ટેકનિકલ ટેક્સટાઈલ અને મશીનરી ઉત્પાદકોના ઉદ્યોગ પ્રતિનિધિઓ આ કોન્કલેવમાં ભાગ લેશે. આ પ્રસંગે ટેક્સટાઇલ ડિજિટલ ડિરેક્ટરીનું પણ અનાવરણ કરવામાં આવશે. આ હેતુપૂર્ણ ચર્ચા માટે GCCI એ ભારતના અગ્રણી ટેક્સટાઇલ એસોસિએશનના પદાધિકારીઓને આમંત્રિત કર્યા છે. જેઓ આજે ટેક્સટાઇલ વેપારના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરવામાં સક્રિયપણે સામેલ છે.

ટેક્સટાઇલ ઉદ્યોગ અંગેની વર્તમાન બાબતો અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટેની વૃદ્ધિ યોજના પર ચર્ચા કરવા અને કાપડ ઉદ્યોગના વધુ વિકાસ માટે ઉત્પાદક ઉકેલો સૂચવવા અને શોધવા માટે અને આ અંગે સરકાર અને ટેક્ષટાઈલ ઉદ્યોગના મહાનુભાવો વચ્ચે અર્થપૂર્ણ સંવાદ કરવા માટે “ટેક્સટાઈલ ઇન્ટરેક્ટિવ મીટનું પણ આયોજનમાં ઓલ ઇન્ડિયા એસોસિએશન્સ ના પદાધિકારીઓ તેમજ અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ ની મિટિંગ,ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મિટિંગ જેમાં માનનીય રાજ્ય કક્ષાના કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ખાસ ઉપસ્થિત રહેશે અને ઓલ ઇન્ડિયા એસોસિએશન્સ ના પદાધિકારીઓ તેમજ અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ સાથે વાર્તાલાપ કરશે.કોન્ફ્લેવ રજીસ્ટ્રેશન તેમજ નેટવર્કિંગ,GCCI ટેક્સટાઇલ લીડરશીપ કોન્ફ્લેવ-2 નો ઉદ્ઘાટન સમારોહ તેમજ અગ્રગણ્ય વક્તાઓ દ્વારા પ્રસ્તુતિ,

સ્પીકર્સનું સત્ર

ડૉ. શરદ શરાફ, ટેક્નોક્રાફ્ટ ગ્રુપ શ્રી સંજય જૈન, ટીટી ગ્રુપ પ્રશાંત અગ્રવાલ, વઝીર કન્સલ્ટન્સી ઓન ગ્લોબલ ઈન્સાઈટ્સ ઓન ટેક્સટાઈલ અને વિશ્વના અન્ય દેશોની સરખામણી ભારત છે . કુલીન લાલભાઈ, અરવિંદ લિ,સંતોષ બાંઠિયા, સિટીઝન અમ્બ્રેલા ગ્રુપ , કુશલ શાહ, લુઈસ ડ્રેફસ કંપની ઓન વર્લ્ડ કોટન સિનારીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com