છેલ્લા ત્રણ દાયકામાં થયેલા સફાઈ શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે : કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકર

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર

અમાનવીય પ્રથામાં મોતને ભેટતા સફાઈકર્મી-શ્રમીકો અંગે માનવ અધિકાર આયોગ કેમ પગલાં ભરતું નથી ? મેન્યુઅલ સ્કેવેન્જિંગની અમાનવીય અને અપમાનજનક પ્રથાને સ્થાનિક કોર્પોરેશન-નગરપાલિકા સદંતર બંધ કરે : ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ સાથે જોડાયેલ શ્રમિકો – કામદારોને પર્યાપ્ત સુરક્ષા ગિયર (Protective Gears) અને સાધનો પૂરા પાડવામાં આવે તેવી કોંગ્રેસ માંગ કરે છે

અમદાવાદ

મેન્યુઅલ સ્કેવેન્જિંગ, સેપ્ટિક ટાંકી, ગટર સફાઈમાં મૃતકો-શ્રમિકો-કામદારો પ્રત્યે અસંવેદનશીલતા, ઈચ્છાશક્તિના અભાવ અને નિષ્ઠુરતા અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર જણાવ્યું હતું કે મેન્યુઅલ સ્કેવેન્જીંગ, સેપ્ટિક ટાંકી, ગટર સફાઈ જેવી અમાનવીય અને અપમાનજનક પ્રથાનો ગુજરાતમાં હજુ પણ યથાવત છે. ગુજરાતમાં ભૂગર્ભ ગટર -ખાળકુવા સાફ કરતા ઉતરેલા સફાઈ કર્મચારીના મૃત્યુના સતત મામલો સામે આવી રહ્યા છે. ભરૂચમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના મોત, વલસાડના ઉમરગામમાં ખાળકૂવાની સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિ, રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કામ કરતા ગેસ ગળતરથી બે શ્રમિકના મોત થયા હતા. આધુનિકતાની વાહવાહી કરતી ભાજપ સરકાર આટ-આટલા મોત થયા છતાં કેમ સફાઈ માટે સુરક્ષાના પૂરતા સાધનની વ્યવસ્થા કરતી નથી? શું ગરીબો-શ્રમિકોએ માનવી નથી? ભાજપ સરકાર મેન્યુઅલ સ્કેવેન્જિંગના મુદ્દે વૈકલ્પિક રોજગારની તકો પૂરી પાડવી, નાણાકીય સહાય પૂરી પાડવી અને જનજાગૃતિ લાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે છેલ્લા ત્રણ દાયકામાં થયેલા સફાઈ શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. કેન્દ્ર સરકારના સર્વે અનુસાર દેશમાં વર્ષ ૨૦૧૮માં ૧૩૪૬૦ શ્રમિકો જે ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ કરવાની કામ સંકળાયેલા હોય તેવા શ્રમિકોની ઓળખ કરાઈ હતી જે વર્ષ ૨૦૧૯માં બમણી વધીને ૫૮૦૯૮ શ્રમિકો થયા હતા. ગુજરાતમાં ૧૦૫ શ્રમિક પરિવારો કે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કામ સાથે સંકળાયેલા છે. જે હકીકત અતિ ચિંતાજનક છે. ત્રણ દાયકાથી સતત થઇ રહેલા શ્રમિકોના મૃત્યુ બાદ પણ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ કેમ કોઈ પગલા ભરતું નથી?

ગરીબી અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવને કારણે ગુજરાત રાજ્યમાં પાછલા ત્રણ દાયકામાં ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ એટલે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કારણે શ્રમિકોના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અતિસંવેદનશીલ અને ચિંતાજનક રીતે ગુજરાતમાં સફાઈ કરવાના જોખમી પ્રથાને કારણે ગુજરાતના નાગરીકોએ પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે ત્યારે ભાજપ સરકાર સ્થાનિક કોર્પોરેશન-નગરપાલિકામાં મેન્યુઅલ સ્કેવેન્જિંગની અમાનવીય અને અપમાનજનક પ્રથાને સદંતર બંધ કરે અને જે ઓળખ થયા છે તેવા પરિવારોને વૈકલ્પિક રોજગાર અને આર્થિક સહાય માટે યોગ્ય પગલા ભરે, જે ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ સાથે જોડાયેલ શ્રમિકો – કામદારોને પર્યાપ્ત સુરક્ષા ગિયર (Protective Gears) અને સાધનો પૂરા પાડવામાં આવે તેવી કોંગ્રેસ માંગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com