સ્ટોરી : પ્રફુલ પરીખ
ભારતમાં ફક્ત બે ટકા લોકોને સીપીઆર પદ્ધતિ આવડે છે અને મેડિકલ સર્વે મુજબ ભારતમાં 88% અચાનક મૃત્યુ ઘરની અંદર થાય છે : લોકોએ દર વર્ષે એક મેડિકલ ચેકઅપનો રિપોર્ટ કરાવવાનો સંકલ્પ લેવો જોઈએ : ભારતમાં હૃદયના રોગો જે ગતિએ વધી રહ્યા છે જો એ જ ટકાવારી રહી તો મેડિકલ સર્વે મુજબ ભારત નંબર વન થશે અને યંગ ડેથમાં પણ નંબર વન રહી શકે છે : સાત કલાકની સાઉન્ડ સ્લીપ જરૂરી , જો ન મળે તો હૃદયના રોગો થવાની ત્રણ ગણી શક્યતા, 8% મૃત્યુ સ્લીપ ડીસ ઓર્ડરથી થાય છે : ડૉ.ચિરાગ દોશી
રાષ્ટ્રના સ્વાસ્થ્ય અને સાઇનિંગ હેલ્થ માટે મીણબત્તી પ્રગટાવી સંદેશ : ડૉ.ગાર્ગી પટેલ
અમદાવાદ
વિશ્વમાં સ્વાસ્થય અંગે જાગૃતિ વધારવા ‘7 એપ્રિલ વર્લ્ડ હેલ્થ ડે’ તરીકે મનાવાય છે. IMA એ આજે સમર્પણ દિવસનું અવલોકન કરી રહ્યું છે જેથી બધા માટે સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે એકતા દર્શાવવામાં આવે. તાજેતરમાં ઘણા યુવાનો હાર્ટ એટેક અને કાર્ડિયાક સમસ્યાને કારણે મૃત્યુ પામ્યા છે ત્યારે જો આ કાર્ડિયાક રિસુસિટેશનથી ઘણા જીવન બચાવી શકાય છે.cardio respiratory resuscitation (CPR) બંધ થયેલા હૃદયને ચાલુ કરવાની પ્રક્રિયા છે જે માણસનો જીવ બચાવવાના પ્રયાસોમાં મદદ કરે છે. CPR ની ટ્રેનિંગ આપીને ઇમરજંસીમાં દરેક સામાન્ય નાગરિકે શીખવું જરૂરી છે, જેથી કોઈના વહાલસોયાનો જીવ બચાવી શકાય.
આજે અમદાવાદ મેડીકલ એસોસિયેશન ( AMA ) દ્વારા વર્લ્ડ હેલ્થ ડે’ નિમિતે સમર્પણ દિવસ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે CPR તાલીમ કાર્યક્રમ અને હેલ્થ ટોક નાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યુએન મહેતા હોસ્પિટલ ના ડિરેક્ટર ડોક્ટર ચિરાગ દોશી એ જણાવ્યું હતું કે આજે વિશ્વ આરોગ્ય દિવસ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન 75 માં વર્ષ તરીકે ઉજવે છે ત્યારે તેમની સાથે જોડાયેલી સંસ્થાઓએ હેલ્થ માટે શું પગલાં લીધા અને શું પગલાં લેવા જોઈએ જેનાથી લોકોની હેલ્થ સારી થાય તેનો પણ પ્રયાસ કર્યો છે.ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સીપીઆર અભિગમના અભૂતપૂર્વ પ્રયાસ બદલ અભિનંદન આપ્યા હતા. છેલ્લા ઘણા સમયથી કાર્ડીયાર્કના કારણે અચાનક મૃત્યુના કિસ્સા વધ્યા છે યુવાનોમાં ત્યારે મેડિકલ સર્વે મુજબ હાર્ટની ગતિવિધિ ડિસ્ટર્બ થઈ હોય અથવા હાર્ટ પંપ કરવાનું બંધ કરી દીધું હોય જેના લીધે મૃત્યુ થયા હોય તેવું એક તારણ કાઢવામાં આવ્યું છે. તેથી દર વર્ષે દર્દીઓએ એક કાર્ડિયાક મેડિકલ ચેકઅપ કરાવવું જરૂરી છે. પરિવારમાં જો કોઈને હૃદય રોગ આવ્યો હોય અને કાર્ડિયાક ને લઈને મૃત્યુ અચાનક થયું હોય તો જુવાનીમાં પણ આપણામાં વારસાગત એ રોગ આવવાની શક્યતા ચાર ગણી વધી જાય છે.બધા લોકોએ દર વર્ષે એક મેડિકલ ચેકઅપનો રિપોર્ટ કરાવવાનો સંકલ્પ લેવો જોઈએ જેથી રોગોનું નિદાન અગાઉથી કરી શકીએ. ભારતમાં હૃદયના રોગો જે ગતિએ વધી રહ્યા છે જો એ જ ટકાવારી રહી તો મેડિકલ સર્વે મુજબ કાર્ડિયાક ડીસીસમાં ભારત નંબર વન થશે અને યંગ ડેથમાં પણ નંબર વન રહી શકે છે.
કાર્ડિયાક ના રિસ્ક ફેક્ટર ને ધ્યાનમાં લઈએ તો જેમ કે ડાયાબિટીસ પર અંકુશ કરી શકાય છે પરંતુ તેના માટે આપણે દવા કસરત નિયમિત ખાવું જરૂરી છે.
ચિરાગ દોશી એ વધુમાં જણાવ્યું હતું કે દરેક લોકો માટે સાત કલાકની સાઉન્ડ સ્લીપ જીવનમાં જરૂરી છે જો ન મળે તો હૃદયના રોગો થવાની ત્રણ ગણી શક્યતા વધી જશે ભારતમાં 8% મૃત્યુ સ્લીપ ડીસ ઓર્ડરથી થાય છે હાઇવે ઉપર સ્લીપ ડીસ ઓર્ડર ના કારણે પણ વધારે પડતા મૃત્યુ અકસ્માતના કારણે જોવા મળી રહ્યા છે .આપણા ભારતમાં લોકો ખોરાક ટેસ્ટ માટે વધારે પડતો ખાય છે જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં લોકો ચીઝ બટર ખાય છે પણ આપણે અહીંયા પ્રોબ્લેમ જીન્સ નો છે જે એવા બન્યા નથી. યુરોપિયન દેશોના અને આપણા વચ્ચેના લોકોના હૃદયની ધમનીઓ મા ડબલનો તફાવત હોય છે એટલે આપણા લોકોના હૃદયની ધમનીઓ નાની અને સાંકળી છે જેથી બ્લોકેજ અને કલોટ થવાની શક્યતા રહેલી હોય છે.
ભારતમાં ફક્ત બે ટકા લોકોને સીપીઆર પદ્ધતિ આવડે છે અને મેડિકલ સર્વે અને પ્રસિદ્ધ થયેલ આર્ટીકલ મુજબ ભારતમાં 88% અચાનક મૃત્યુ ઘરની અંદર કાર્ડિયાથી કે હૃદય રોગના હુમલા થી થાય છે જેથી આપણે હાર્ટ એટેક આવ્યા પછી સીપીઆર શીખવું અને કરવું જરૂરી છે. કાર્ડિયાક અને હાર્ટ એટેક બાદ cpr એક મિનિટ મોડું કરવાથી 7 થી 10% સર્વાઇવલ શક્યતા ઓછી થાય છે અને દસ મિનિટ પછી કરીએ તો 10% સરવાયવલ ચાન્સ રહે છે.
ડોક્ટર રસેશ દીવાને જણાવ્યું હતું કે youtube પર છેલ્લા દસ વર્ષમાં અચાનક મૃત્યુ હૃદય રોગના હુમલા થી કે કાર્ડિયાક થી થયા હોય તેવા 200 થી 300 બનાવો જોવા મળશે તેમણે સીસીટીવી આધારિત પ્રકાશિત થયેલા અચાનક મૃત્યુના વિડીયો પ્રસ્તુત કર્યા હતા આ ઉપરાંત તેમણે cpr પદ્ધતિ કેવી રીતે થાય છે તેની વિગતવાર પ્રેક્ટીકલ માહિતી આપી હતી.
ડોક્ટર બીપીન પટેલે જણાવ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના સાતમી એપ્રિલ 1948 માં થઈ હતી. ગવર્નિંગ કાઉન્સિલની પ્રથમ બેઠક 24મી જુલાઈ 1948 ના રોજ મળી હતી આ સંસ્થા 150 દેશનું સમન્વય કરી માર્ગદર્શન આપે છે અને કુદરતી મહામારીમાં આ સંસ્થાનું કામ સરાહનીય હોય છે. અને વિભાગીય સંસ્થાઓ દ્વારા તેનું નિરાકરણ કરવામાં આવે છે આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે અમે સમર્પણ દિવસ ઉજવીએ છીએ જેમાં વોકથન સાયકલિંગ જેવા કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું.
AMA સેક્રેટરી ડોક્ટર ગાર્ગી પટેલે જણાવ્યું હતું કે આજે સમર્પણ દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રના લોકોના સ્વાસ્થ્ય અને સાઇનિંગ હેલ્થ ( ઝળહળતું આરોગ્ય ) માટે દીવા અને મીણબત્તી પ્રગટાવી એક સંદેશ આપ્યો હતો.ડૉ. ચિરાગ દોશી ( ડાયરેક્ટર યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી ) હેલ્થ ટોક , કાર્ડિયોલોજી ઓફ ટુડે એન્ડ ટુમોરો , અને વર્કશોપ “સીપીઆર પર તાલીમ ડો. રશેષ દિવાન ( નિયામક તાલીમ-ભારતીય રિસુસિટેશન કાઉન્સિલ ફેડરેશન.) , ડો.અતુલ ગાંધી સેક્રેટરી, GSB ISAએ માર્ગદર્શન આપ્યું હતું.
CPR પદ્ધતિ
ઈન્ડિયન સોસાયટી ઑફ એનેસ્થેસિયોલોજિસ્ટ્સ (ગુજરાત રાજ્ય શાખા) સેક્રેટરી અતુલ ગાંધી ,ડો. રશેષ દિવાને સિપીઆર પદ્ધતિ વિશે સમજાવતાં કહ્યું કે
દર્દી પ્રથમ શરીર હલાવવાથી પ્રતિભાવ ન આપે ,
૧૦૮ પર કોલ કરો
છાતીના સંકોચન માટે હાથની સ્થિતિ અને પ્લેસમેન્ટની ઓળખ,
છાતીના વચ્ચેના હાડકાંનો નીચલો ભાગ (xiphoid process),
એક હાથનો પંજા પર બીજ હાથના પંજાને રાખી આંગળીઓનો અંકોડા બનાવો,
તમારા હાથનો પંજો છાતીના (વચ્ચેના યાનનો નીચલો ભાગ) + હાડકાંથી બે આંગળી ઉપર રાખો,
કોણીનો ભાગ અને ખભો એક જ લાઈનમાં સીધો રાખવો, હાથની આંગળીઓનો અંકોડો બનાવો ,
ઓછામાં ઓછું પાંચ સેમી થી છ સેમી કરતા ઓછું છાતીને દબાવો,
છાતીને એક મિનિટમાં ૧૨૦ વખત દબાવો ,
બે દબાણ વચ્ચે હાથ ઊંચક્યા વગર છાતીને પૂરેપૂરી ફૂલવા દેશો, છાતીને આપવામાં આવતા દબાણ બિનજરૂરી રોકો નહીં.