જાપાનના ઓસાકાની પોલીસે જ્યારે એક 57 વર્ષના એક શખ્સની ધરપકડ કરી, ત્યાર બાદ જે ખુલાસો થયો તે, સાંભળીને આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જાય. હકીકતમાં જોઈએ તો, આ શખ્સ રેલ્વે સ્ટેશન અને પાર્કિંગમાંથી સાઈકલની સીટ ચોરી જતો હતો. જો કે, આ શખ્સની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ હતી, ત્યાર બાદ પોલીસે આ ભાઈની શોધખોળ હાથ ધરી, અંતે પોલીસને 13 ફેબ્રુઆરીના રોજ આ શખ્સ મળી આવ્યો.
જ્યારે પોલીસે આ શખ્સને પૂછ્યુ કે, તું શું કામ સાયકલ સીટ ચોરી જાય છે, ત્યારે આ શખ્સે કહ્યું કે, બસ મજા આવે છે મને. જ્યારે તેણે કહ્યું કે, હું છેલ્લા 25 વર્ષથી આ કામ કરૂ છું, તો એક મીનિટ માટે પોલીસને પણ પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો, અત્યાર સુધીમાં આ શખ્સે 5700 સાયકલની સીટ ચોરી કરી લીધી છે. ચોરી કરેલી આ સીટોને એકઠા કરવા આ શખ્સે એક ગોડાઉન પણ ભાડે રાખ્યું હતું, જેને પોલીસે સીલ કરી દીધુ હતું.
આ શખ્સનું નામ છે સૂડા. તેણે સાયકલ ચોરી કરવાનું શરૂ કર્યું હતું ટોકિયોથી. શરુઆતમાં તે તણાવ દૂર કરવામાં ચોરી કરતો, બાદમાં તેને આ કામમાં મજા આવવા લાગી. તેને સાયકલની અલગ અલગ સીટો ભેગી કરવાનો શોખ હતો.