સાબરકાંઠામાં ઇડર તાલુકામાં જોખમી હોળીમાં એકને ગંભીર ઇજા પહોંચી છે. ઇડરના ભાણપુર ગામમાં અનોખી હોળીની ઉજવણી કરવામાં આવે છે. વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત છે.
ખેલૈયાઓ દાંડિયાના બદલે સળગતા લાકડાથી હોળી રમ્યા હતા. બે જૂથો ઉપર સામ-સામે સળગતા લાકડા ફેંકાયાં હતા.
સળગતા લાકડાને પગલે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. જોખમી હોળી સ્થાનિકો માટે પણ જોખમી બની શકે છે