સુપ્રીમ કોર્ટે વકીલોની ડિગ્રીના વેરિફિકેશન માટે ૮ સભ્યોની એક સમિતિ બનાવી છે અને તે ૩૧ ઓગસ્ટ સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપશે.સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપતા દેશભરના વકીલોની ડિગ્રીનું વેરિફિકેશન કરવાનો નિર્દેશ આપ્યો છે. ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનિયતા પર ભાર મૂકતા ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે તમામ વકીલોના ડિગ્રી સર્ટિફિકેટની તપાસ કરવામાં આવશે.સર્વોચ્ચ અદાલતે વકીલોની ડિગ્રીની તપાસ કરવા માટે છ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ દીપક ગુપ્તા છે.હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠ વકીલ અજય શંકર શ્રીવાસ્તવની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (મ્ઝ્રૈં)ના વકીલોના વૈરિફિકેશન સંબંધિત આદેશને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે વકીલોની વેરિફિકેશન પ્રક્રિયામાં આવતા અવરોધોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ તેની અનુકૂળતા મુજબ વકીલોના વેરિફિકેશનની કામગીરી શરૂ કરી શકે છે અને તેને ૩૧ ઓગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે જણાવવામાં આવ્યું છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, બાર કાઉન્સલમાં નોંધાયેલા વકીલોનું યોગ્ય વેરિફિકેશન ન્યાયની સુરક્ષા માટેખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશના પ્રત્યેક સાચા વકીલની ફરજ છે કે તેમના શૈક્ષણિક પ્રમાણપત્રોની યોગ્ય રીતે ચકાસણી કરે તેની ખાતરી કરે. જાે સમયાંતરે આનો અમલ કરવામાં નહીં આવે તો ન્યાયિક પ્રક્રિયા ગંભીર જાેખમમાં મૂકાઇ શકે છે.સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, તમામ યુનિવર્સિટી અથવા પરીક્ષા બોર્ડ કોઇ પણ પ્રકારના ચાર્જ કે ી વગર વકીલોની ડિગ્રીનું વેરિફિકેશન કરવામાં મદદ કરે. જાે સ્ટેટ બાર કાઉન્સિલ કોઇ દસ્તાવૈજાેની માંગણી કરે તો તે પુરા પાકવા જાેઇએ. કોણ વકીલોની ડિગ્રી તપાસશે?
સુપ્રીમ કોર્ટે વકીલોની ડિગ્રી, એનરોલમેન્ટ સર્ટિફિકેટ અને શૈક્ષણિક પ્રમાણપત્રોની તપાસ કરવા માટે રચેલી ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે તેના અધ્યક્ષ ઉચ્ચત્તમ ન્યાયલયના પૂર્વ જજ જસ્ટિસ દીપક ગુપ્તા છે. ઉપરાંત આ સમિતિમાં અલ્હાબાદ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અરુણ ન દિલ્હી હાઇકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ રાજેન્દ્ર મેનન, સિનિયર એડવોકેટ રાકેશ દ્વિવેદી અને મનીન્દ્ર સિંહનો સમાવેશ થાય છે. ઉપરાંત બાર કાઉન્સલ ઓફ ઇન્ડિયા પણ ૩ સભ્યોને નોમિનેટ કરશે. મ્ઝ્રૈંના કયા આદેશ પર વિવાદ થયો? બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વર્ષ ૨૦૧૫માં વકીલોના વેરિફિકેશન માટે બીસીઆઇ સર્ટિફિકેટ અને પ્લેસ ઓફ પ્રેક્ટિસ વેરિફિકેશન) રૂલ્સ – ૨૦૧૫ બનાવ્યો હતો. બાર કાઉન્સલ ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બાર કાઉન્સિલ વકીલોના વેરિફિકેશનની કામગીરી કરી રહ્યા હતા. બાદમાં તેને ઘી બી હાઇકોર્ટમાં પડકારવી આવી અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. ત્યારબાદમાં કાઉન્સેલ વકીલોની ડિગ્રીની ચકાસણી માટે એક સમિતિની રચના કરી હતી. પરંતુ યુનિવર્સિટી અને બોર્ડ દ્વારા ડિગ્રી વેરિફિકેશન માટે ફીની માંગણી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં વેરિફિકેશનનું કામ અટવાઈ ગયું હતું.