ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતે ૧૪ એપ્રિલ ૨૦૨૩ ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મદિને ભારતમાંથી હજારો નહીં લાખોસેવકો GJ-18 ખાતે ઉમટી પડશે આવતા મહિને એટલે કે ૧૪ એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મદીને મોટી મહારેલી મહાસભા મહાસલામીનું આયોજન ભૂગર્ભમાં તડામાર તૈયારી ચાલી રહી છે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહીને આવનારા દિવસોમાં મોટું શક્તિ પ્રદર્શન થાય તેવા સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા છે અને ભારતના દરેક ખૂણે ખૂણે એવા જિલ્લા તાલુકામાંથી GJ-18 ખાતે ઉમટવા રેલવેની ઘણી ટિકિટો પણ બુક થઈ ગઈ છે અને ગુજરાતના ઘણા ઠેકાણેથી પગપાળા રેલી સ્વરૂપે આવે તેવી શક્યતા સૂત્રો સેવી રહ્યા છે.ગુજરાતના ઇતિહાસમાં GJ-18 ખાતે મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહે અને રેકોર્ડ પ્રસ્થાપિત થાય તો નવાઈ નહીં કદાચ રેલી નહીં પણ મોટો રેલો GJ-18 ખાતેના બાબા સાહેબ ના સ્ટેચ્યુ પાસે જાેવા મળશે ત્યારે કદાચ આવનારા દિવસોમાં તંત્રને મંજૂરી તો ઠીક પણ સમાવેશ કરવા પણ ભારે પડશે ત્યારે આ તમામ રેલી સભા મહાસલામી માટે જગ્યા પણ નાની પડે તો નવાઈ નહીં, ત્યારે સોશિયલ મીડિયામાં આ કાર્યક્રમને લઈને તડામારમાં તૈયારીના ભાગરૂપે સેવકો એક્ટિવ થયા છે.
તંત્ર સામે મોટો પડકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિને મોટી સંખ્યામાં સેવકો પધારશે, ત્યારે એક નવો ઇતિહાસ સર્જાય તેવી શક્યતા છે લાખો જનમેદનીને કયા મેદાનમાં જગ્યા આપવી તે પડકારજનક છે ત્યારે સોશિયલ મીડિયાથી લઈને દેશના દરેક ખૂણે ખૂણે આ સમાચાર પહોંચી ગયા છે.