આજના યુગમાં સંતોનો પણ દવાખાને એક કલાક બેસવું પડે તો જાેર આવે, સ્મશાનમાં વડીલ, ઘરનું મોભી ગુજરી જાય તો પણ રડવું આવતું નથી, ત્યારે ઘણીવાર સિંહ પાછળ લાગે એટલે ઘણા જ પ્રકાર હોય છે, ત્યારે ભાજપના નગરસેવક અને યુવાન ચહેરો એવા પદમસિંહ પોતે સેક્ટર – ૨૯ માં રહે છે, ત્યારે પડોશમાં ફોન આવ્યો કે સેક્ટર ૨૨ ખાતે હું રહું છું અને અમારી કામવાળી ચક્કર ખાઈને પડી ગઈ છે, ત્યારે નગરસેવક તાબડ તોબ ૧૦૮ ની જેમ ત્યાં પહોંચી ગયા અને જે મહિલા ઘરકામ કરતી હતી તેને સેક્ટર ૨૨ ખાતેના પ્રાઇવેટ દવાખાને લઈ જતા ડોક્ટર તુરંત જ સિવિલ લઈ જવાનું કહેતા ,ત્યારે નગરસેવક પોતે ય્ત્ન- ૧૮ સિવિલ ખાતે લઈને આવ્યા અને ટેસ્ટ કરતા અમદાવાદ રીફર કરવા જણાવેલ ,ત્યારે નગરસેવક પદમસિહ પોતે ઘરકામ કરતી આ મહિલા ખૂબ જ ગરીબો હોવાથી પોતે સિવિલ એમ્બ્યુલન્સમાં અમદાવાદ ગયા હતા અને ત્યાં દાખલ કરવામાં આવેલ, ત્યારે મહિલા પાસે પાંચ લાખ સુધી સારવાર ફ્રીનું કાર્ડ ન હોવાથી નગરસેવકે અસારવાના એમએલએ દર્શનાબેન વાઘેલાને જાણ કરતા તેમને પણ મદદ કરી હતી અને મહિલાને તમામ ટેસ્ટ કરાવ્યા બાદ દાખલ કરવામાં આવી હતી, મહિલાઓનો કેસ ગંભીર હતો, લકવાની અસર દેખાઈ રહી હતી, ત્યારે પોતે એક દિવસ રહીને મહિલાના સગા બધાને બોલાવીને પછી રાત્રે તમામ આર્થિક સહાય કરીને સેવાનું મોટું પદમસિહે કદમ બઢાવીને એક ઉમદા કાર્ય કર્યું હતું.ગાંધીનગર થી અમદાવાદ સિવિલ લઈ ગયા બાદ રાત્રિ સુધી તેમના સગા સંબંધી આવ્યા નહીં, ત્યાં સુધી પોતે હાજર રહ્યા હતા, ત્યારે નગરસેવક દ્વારા ગરીબ મહિલાનો જીવ બચવા પામ્યો હતો ,ત્યારે હાલ મહિલા સિવિલમાં સારવાર હેઠળ છે અને રિકવર તબિયત થઈ રહી છે.