બોગસ સીમકાર્ડનુ રેકેટ ચલાવનાર આરોપીને પકડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

POS દ્વારા એક જ વ્યક્તિનો ફોટો CAF માં અપલોડ કરી કેટલાક સીમકાર્ડ અલગ અલગ વ્યક્તિના નામે એક્ટીવેટ કરાયા

અમદાવાદ

અધિક પોલીસ મહાનિર્દેશક એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરીટી ગુ.રા.તરફથી સીમકાર્ડ અંગેનુ ઇનપુટ અત્રે એસ.ઓ.જી. કચેરી ખાતે તપાસ અર્થે મળેલ જે અનુસંધાને પોલીસ કમિશનર, અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચની સુચના અનુસાર નાયબ પોલીસ કમિશનર , તથા મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સપેકટર યુ.એચ.વસાવાએ ઇનપુટની તપાસ પો.સ.ઇ એસ.યુ.ઠાકોરને આપતા પોલીસ ઇન્સપેકટર એ.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ એસ.યુ.ઠાકોરની ટીમે અમદાવાદમાં આવેલ મોબાઈલ સિમકાર્ડ વેચાણ કરતા POS ની માહિતી આપવામાં આવી હતી.જેમાં POS દ્વારા અલગ અલગ વ્યક્તિઓના નામે સિમકાર્ડ એકટીવ કરવા CAF ની વિગતમાં ગ્રાહકોની તમામ માહિતી ભરી તેમા ગ્રાહકનો લાઇવ ફોટો અપલોડ કરવાના બદલે એક જ વ્યક્તિનો ફોટોગ્રાફ અપલોડ કરી ઘણા બધા સિમકાર્ડ એકટીવ કર્યા હતા આવી રીતે સિમકાર્ડ એક્ટીવ કરતા અમદાવાદના PoS પૈકી “Mahi Enterprise” કે, ૧૫, અલંકાર કોમ્પલેક્ષ જુના રેલ્વે ક્રોસિંગની બાજુમાં મણીનગર અમદાવાદ POS દ્વારા એક જ વ્યક્તિનો ફોટો CAF માં અપલોડ કરી કેટલાક સીમકાર્ડ અલગ અલગ વ્યક્તિના નામે એક્ટીવેટ કરવામાં આવેલ જેથી વેરીફાઈ કરી ઇનપુટમાં જણાવેલ ફોટાવાળા ઇસમની પો.કો બળદેવસિંહ ઘનશ્યામસિંહ બ.નં.૧૧૮૧૩ ના મારફતે તપાસ કરાવતા ઉપરોક્ત ફોટાવાળો ઇસમ અંકિત નટવરભાઇ પરમાર ઉ.વ.25, ધંધો.નોકરી, રહેવાસી- મ.નં.બી/85, ચામુંડાકૃપા નિવાસ, પમ્પીંગ સ્ટેશનની સામે, ચેપીરોગ હોસ્પીટલની બાજુમાં, બહેરામપુરા, દાણીલીમડા, અમદાવાદનો મળી આવતા યુ.એચ.વસાવાએ પુછપરછ કરતા તેના ફોટાવાળા અલગ અલગ નામે એરટેલ કંપનીના સિમકાર્ડ ઇસ્યુ થયેલ હોય જે આ કામના આરોપી જયમીનભાઇ ઠક્કર રહે, ચંન્દ્ર બંગ્લોઝ સ્મૃતિ મંદીર ઘોડાસર અમદાવાદ તથા રાહુલ રહે, જશોદાનગર, ભેગા મળી અમદાવાદ,મણીનગર, જુના રેલ્વે ક્રોસિંગની બાજુમાં, અલંકાર કોમ્પલેક્ષ, દુકાન નં.૧૫ ખાતે “Mahi Enterprise”ના નામથી એરટેલ કંપનીના સિમકાર્ડની ડીસ્ટ્રીબ્યુટરશીપ મેળવી સને-૨૦૧૮ થી સને-૨૦૨૧ દરમ્યાન પોતાની પાસે એરટેલના સિમકાર્ડ ખરીદી કરવા માટે આવતા ગ્રાહકોની જાણ બહાર તેની સાથે વિશ્વાસઘાત કરી તેના આધારકાર્ડનો ફોટો પાડી ડેમો મોબાઈલ ફોનમાં ઓનલાઈન કસ્ટમર એપ્લીકેશન ફોર્મ (CAF) ભરી ગ્રાહકના ફોટાની જગ્યાએ ઉપરોક્ત અંકિત પરમારનો ફોટો અપલોડ કરી POS એજન્ટ તરીકે પોતાનો ફોટો પાડી આવા બનાવટી CAF ને ઠગાઈ કરવાના ઈરાદે ખરા તરીકે કંપનીમાં ઓનલાઈન વેરીફેકેશન કરાવી આર્થિક ફાયદો મેળવવા સીમકાર્ડ એક્ટીવ કરી ગુનો કર્યો હતો, જેથી આ કામના આરોપી જયમીનભાઇ ઠક્કર તથા રાહુલ રહે, જશોદાનગર તથા તપાસમાં તમામ આરોપીઓ વિરૂધ્ધમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન માં IPC કલમ ૪૦૬, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ એસ.યુ.ઠાકોર, પો.સ.ઇ. એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ ને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com