ગુજરાતમા અનઅધિકૃત રીતે BT કપાસ બીજના લાખો પેકેટનુ વેચાણથી લાખો ખેડુતોને કરોડો રુપિયાનુ નુકશાન છતાં સરકાર અટકાવી શકી નથી: કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલ

Spread the love

રાજ્ય સરકારનુ ખેતીવાડી ખાતુ ખેડુતો સાવધ રહે તેવી કોઇ માર્ગદર્શિકા કે ખેડુત જાગૃતિ અભિયાન શરુ કરે : અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા ગુનેગાર વેપારી / ઉત્પાદકો પકડાયા છે તેને કાયદા મુજબ સજા કરાવવામા પણ નિષ્ફળ

ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલ

અમદાવાદ

ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલે ખેતી નિયામકને પત્ર લખી જણાવ્યું હતું કે દર વર્ષે ગુજરાતમા અનઅધિકૃત રીતે BT કપાસ બીજના લાખો પેકેટનુ વેચાણ થાય છે અને તેના ભોગે લાખો ખેડુતો કરોડો રુપિયાની નુકશાન ભોગવે છે, છતાં રાજય સરકાર આવા અનઅધિકૃત વેપારને અટકાવી શકી નથી ઉપરાંત અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા ગુનેગાર વેપારી / ઉત્પાદકો પકડાયા છે તેને કાયદા મુજબ સજા કરાવવામા પણ નિષ્ફળ રહી છે. પરંપરા મુજબ જ ચાલુ ખરીફ રુતુમા પણ અનઅધિકૃત બીટી કપાસ બીજનુ પેકીંગ થઈ રહ્યુ છે અને બજારમા પણ આવી રહ્યુ છે, અને રાજ્ય સરકારે બીટી કપાસ બીજના વેપારી માટે ગર્ભિત ચેતવણી પણ આપી નથી. અનઅધિકૃત બીટી કપાસ બીજના ઉત્પાદન પ્લોટ ઉપર છાપા માર્યા નથી, નમુના લેવાયા નથી, ખેડુતોની ચિંતા કરવાના કાર્યમા રાજય ખેતીવાડી ખાતાની ઉદાસિનતાને કારણે લાખો ખેડુતો આવા નકલી અને અનઅધિકૃત બીટી કપાસ બીજ ખરીદે અને આર્થિક પાયમાલ થાય છે, અમારી વિનંતી છે કે રાજ્ય સરકારનુ ખેતીવાડી ખાતુ ખેડુતો સાવધ રહે તેવી કોઇ માર્ગદર્શિકા કે ખેડુત જાગૃતિ અભિયાન શરુ કરે. રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા સમક્ષ મુકીને ખેડુતોના વિશાળહિત માટે સ્પષ્ટતા માંગીએ છીએ કે, બીટી કપાસ બીજ વેચાણ કરતા કે તેનુ ઉત્પાદન કરતા ઉત્પાદકોએ બીટી કપાસ બીજનુ પેકેટ તૈયાર કર્યુ તે પેકેટ ઉપર રાઉન્ડ સીલ પ્રિન્ટ કરેલ છે અને તેમા GOVT. APPOVED – REFUGE IN BAG – BOLLGARD નુ ચિત્ર દોરેલ છે. જેના બે નમુના આ સાથે એટચ કરીને મોકલવામા આવે છે, આવા સ્ટીકર જેવુ રાઊન્ડ સીલ કરેલ તે તમામ બીટી કપાસ બીજનુ પેકેટ માન્યતા પ્રાપ્ત સમજવુ ? કે આવા અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા બીજ બુટલેગરોનો ખેડુતોને છેતરવાનો કારસો સમજવો ? કે પછી અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચનાર વેપારીઓ સાથે રાજ્યના કૃષિ વિભાગનુ કરોડો રુપિયા ધંધો કરવાની સાંઠ ગાંઠ છે ? જે પણ સત્ય છે તે બાબત કપાસ પકવતા ખેડુતોના વિશાળહિતમા રાજ્ય સરકાર અને ખેતીવાડી ખાતુ આ બાબતે વિગતે સ્પષ્ટતા કરે.બીજી માંગ છે કે રાજ્ય સરકાર સરકારી માન્યતા પ્રાપ્ત બીટી કપાસ બીજ વેચાણ કરવાની મંજુરી ધરાવતી કંપનીઓના નામ અને તેની જાતોના નામની યાદી પ્રસિદ્ધ કરે જેથી રાજ્યના કપાસ પકવતા ખેડુતો અનઅધિકૃત બીજથી આર્થિક બરબાદીથી બચાવી શકાય .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com