ઉનાળામાં આવતો પરસેવો કોઈને ગમતો નથી. પરંતુ ઉનાળામાં આવતું એક એવું ફળ છે જેની દરેક લોકો આ આતુરતાથી રાહ જોતા હોયછે. એ ફળ એટલે કેરી. ફળોના રાજા તરીકે ઓળખાતી કેરીમાં
અવર્ણનીય મીઠારા હોય છે. બજારમાં 800-900 થી વધુ કિંમતની કેરી સામાન્ય લોકો તેમના બજેટની બહાર હોવા છતાં ખરીદ છે.
પરંતુ ઘણીવાર આટલા પૈસા ખર્ચીને ઘરે લાવેલી કેરી ખાટી નીકળે છે. પછી પસ્તાવા સિવાય બીજું કશું રહેતું નથી. ક્યારેક અજ્ઞાનતાને કારણે તો ક્યારેક વેચનારની ચતુરાઈને કારણે ગ્રાહક સાથે છેતરપિંડી થાય છે. એવામાં જો તમે બહારથી જાણી શકો કે કેરી મીઠી છે કે ખાટી છે તો પૈસાનો બગાડ નહીં થાય પણ કેરી મીઠી છે કે ખાટી એ કેવી રીતે જાણી શકાય?
કેરી અંદરથી મીઠી છે કે ખાટી તે જાણવા માટે.
1. હળવા હાથે દબાવો
કેરી અંદરથી પાકી છે કે નહીં તે જાણવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તેને તમે હળવા હાથે દબાવો. જો કેરીને હળવા હાથે દબાવવામાં આવે તો તેનો સ્વાદ અંદરથી મીઠો લાગશે. જો તેને દબાવવામાં
ન આવે, તો તે પાકી નથી તેવું માનવું જોઈએ. એટલે તમારે આવી કેરી ખરીદવાનું ટાળવું જોઇએ
2. સુગંધ સાથે જોવું જોઈએ જો કેરીની સુગંધ થોડી તીખી અથવા વિનેગર જેવી હોય તો કેરી ખાવા માટે અયોગ્ય છે. તેથી, તમારે એવી કેરી ખરીદવી જોઇએ જેની સુગંધ મીઠી હોય