પગાર ખર્ચ, દે ધના ધન નાણાનો વ્યય, ચિંતા શેની ભોપા કાકા આપશે ?
ગુજરાત સરકારની 108 લાડકી હવે 108 ની મનપાની ભરતી, તગારે, પગારે , નગારે મનપા જશે ?
ગુજરાત રાજ્યના વિકાસ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની મહાનગરપાલિકા, પાલિકાઓના વિકાસ માટે કરોડો નહીં અબજો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી રહ્યા છે, ત્યારે મનપાઓ તો સરકારની માથે પડી હોય તેવી હાલત થઈ છે, નાણાં ખૂટે એટલે દાદા દિલ્હી વાળા બેઠા છે ,ને મોકલાવશે ,ત્યારે દાદાને હવે કહેવું છે કે દાદા હવે પૈસા આપવાનું બંધ કરો, છોકરાઓ બગડી ગયા છે, દે ધનાધન, નાણાનો વેડફાડ થાય છે, ત્યારે અગાઉ નોટિફાઇડ માં નાની સંખ્યામાં કર્મચારી ઓ હોવા છતાં ટન ટનાટન કામ ચાલતું હતું, ત્યારે અત્યારે મોટો સ્ટાફ હોવા છતાં ભરતી પાછલી બારીએ શરૂ થઈ ગઈ છે, અને અધિકારીઓથી લઈને રાજકીય આગેવાનોના ઇશારે તથા સચિવાલયમાં ઉચ્ચકક્ષાએ બેઠેલા અધિકારીઓના આમકા, બામકા એવા લાડકાઓની ભરતી કરીને મોટાભાગના ગાંધીનગર થી અન્ય જિલ્લાઓની કરવામાં આવી છે, ત્યારે મોટાભાગે 108 જેટલા કર્મચારીઓની ભરતી કરીને તગડા પધારો ગણવામાં આવે તો વર્ષે દહાડે કરોડોનો આંકડો જાય, ત્યારે આ બધું શું કામ ? દિલ્હીના દાદા અને ગુજરાતના દાદા પૈસા આપી રહ્યા છે એટલે મોજ કરો, ત્યારે દાદા હવે પૈસા આપવાનું બાપા બંધ કરો, છોકરા બગડી ગયા છે, એટલો બધો સ્ટાફ હતો અને તેમાં બીજો સ્ટાફ લઈને ક્યાં કામ ઉંધા હતા તે સીધા કરી દીધા, ભરતી કરીને નવી ઘુષણખોરી ઓળખાણની ખાણવાળાઓની ચાલુ છે, સચિવાલય માં રીટાયર્ડ બાદ હવે બને ત્યાં સુધી નવા લેવામાં મુખ્યમંત્રીની મંજૂરી માંગવામાં આવે છે ,અહીંયા સરળ રસ્તો છે, ત્યારે આઉટસોર્સિંગ ની ભરતીમાં જે ભરતી કરવામાં આવી છે, તેમાં માનવ મિત્ર પાસે માહિતી આવી છે,
ભરતી કરી રાતોરાત તેમાં આ મુજબની ભરતી
અધિક મદદનીશ ઇજનેર, 9,C7-સિવિલ, એક મિકેનિકલ, એક ઇલેક્ટ્રિકલ,
કચેરી અધિક્ષક- 3
સેનેટરી ઇન્સ્પેક્ટર-3
મુક્દમ -2
બોર ઓપરેટર -14
ડ્રાઇવર 17
હેલ્પર -2
લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર -5
સબ એકાઉન્ટ -2
હેડ ક્લાર્ક -3
લાઇબ્રેરીયન -2
CAD ઓપરેટર -2
મદદનીશ હાર્ડવેર અને નેટવર્ક એન્જિનિયર -2
સિનિયર ક્લાર્ક -9
કારફુન -5
ફિમેલ હેલ્થ વર્કર -8
હેલ્પર -15
પટાવાળા -5
ટોટલ 108 ની ભરતી કરી છે, ત્યારે ગુજરાત સરકારની 108 અહીંયા 108
સાબિત થશે ખરી ? કે પછી તગારે પગારે અને નગારે જ મનપા જશે?
વધુમાં હવે સચિવાલયમાં ભરતીમાં મેળ ન પડતા હવે મનપા ખાતે સેટિંગ ડોટ કોમની મજબૂત લાઈનો શરૂ થઈ ગઈ છે, આવનારા દિવસોમાં મનપાજો ખર્ચમાં ધ્યાન નહીં આપે અને દિલ્હીના દાદા, ગુજરાતના દાદા ખર્ચમાં કાપ મુકશે, તો મનપાના ખર્ચમાં મોટા કાપ સાથે છુટા કરવાની પણ નોબત આવશે, જેથી દિલ્હી, ગુજરાતના દાદા નાણા મોકલે છે, તેને સંભાળો ,બાકી સ્માર્ટ સિટીની ગ્રાન્ટ બંધ થવાના આરે છે, સુરત ,અમદાવાદ, રાજકોટની હાલત મનપાની એટલી સારી નથી, તળિયાં ઝાટક જેવી છે, ત્યારે દાદા જે દિવસે કહશે કે હવે ઘર તમારી રીતે ચલાવો, હવે હું નહીં આપું તો આ બધી સેવાઓ, મજા ,ભરતી બધામાં કામ આવશે ,ત્યારે પહેલા પ્રજાના કામો પૂર્ણ થાય તે કરો,
બોક્સ
ભાજપના 41 નગર સેવકો માંથી 25 જેટલાને ભરતીની ખબર જ નથી, પાછલી બારીએથી ગ્રીલ તોડીને લોકો નોકરીમાં લાગી ગયા જેવો ઘાટ છે, બાકી GJ-18 કરતાં અન્ય જિલ્લાઓનો પગ પેસારો સૌથી વધારે
લોકલ GJ-18 ના જરૂરિયાત મંદને નોકરીમાં લેવામાં આવ્યા નથી, સચિવાલયની ખાણમાં ઓળખાણ હોય તો થઈ જાય ,ભરતીમાં ઘુષ મારવી હોય તો સરળ રસ્તો મનપા,
મોદી દાદા ,ભુપેન્દ્ર દાદા,અમિતકાકા જે દિવસે મનપાને નાણા આપવાનું બંધ કરીને તમે તમારું જાતે ઘર ચલાવો એવું કહેશે, ત્યારે આ બધા જલસા નીકળી જશે,
બોક્સ
દાદા હવે ગ્રાન્ટો મનપાને આપવાનું બંધ કરો ,છોકરાઓ બગડી ગયા છે, ક્યાં સુધી દાદા ઘર ચલાવશો, ભરતી , ખર્ચમાં કાપ મુકવાની જગ્યાએ નવી ભરતી આઉટસોર્સિંગથી કરીને ઓળખાણો વાળાઓની ભારે ગુસણખોરી
Gj- 18 ખાતે કર્મચારી નહીં મળતા તો બીજા જિલ્લામાંથી લઈને આવ્યા.