GJ-18 મનપા ક્યારે જાગશે ? એક પણ સેમ્પલ લેવામાં આવ્યા નથી,ફૂડ ઇન્સ્પેક્ટરોની હપ્તા ખોરી ?
GJ-18 મનપા ફાટીને ધુમાડે ગઈ હોય તેમ તંત્ર પગાર લેવામાં અને કામમાં ધાંધિયા કરવામાં જ રસ છે, મેયર, ચેરમેન, ડે.મેયર ભલે બૂમો પાડે ,થઈ જશે ની સફાણી વાતો કરતી મનપાએ Gj- 18 ખાતે સૌથી વધારે ભેળસેળવાળી ચીજ વસ્તુઓ વહેંચાઈ રહી છે, રાત્રે ગોળા ,રસના કોલા અને દિવસે કેરીના રસ વેચવાની હાટડીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે મનપા દ્વારા એક પણ સેમ્પલ હજુ સુધી લેવામાં આવ્યા નથી કે પછી સ્ટાફ જ નથી, ત્યારે ફૂડ ઇન્સ્પેક્ટરો શોભાના ગાંઠિયા સમાન કે પછી હપ્તાખોરી ?આ પ્રશ્ન હાલ કુલ સ્પીડથી પ્રજામાં ચર્ચા પણ રહ્યો છે.
ગુજરાતની મોટાભાગની મનપામાં હાલ ચેકિંગ ચાલી રહ્યું છે ,ત્યારે રાજકોટ, અમદાવાદ, જામનગર ,સુરત ખાતે અનેક અખાત ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે ,ત્યારે અહીંયા રામરાજ્ય હોય તેમ ભેળસેળ જ ન થતી હોય તેવી રીતે મનપાના ફૂડ ઇન્સપેક્ટરો ઓફિસમાં બેસીને કશું જ કરતા નથી ,તગડા પગાર લઈને બહાર હપ્તાખોરી હોવાની ચર્ચા જગાવી છે, ત્યારે રસના કોલા ,બરફના ગોળા ના કોલા અને કેરીના રસની હાટડીઓ શરૂ થતા એક મહિનામાં કેટલા નમૂના લીધા? અને લેબમાં મોકલ્યા, તે ખરેખર પૂછવા જેવું છે ?
શહેરમાં સો રૂપિયાથી લઈને 140 રૂપિયામાં એક કિલો રસ મળી રહ્યો છે અને પેટી ₹ 1300 રૂપિયામાં ,તો રસની હાટડીઓ શું ખવડાવે છે, પ્રજાને તે મોટો પ્રશ્ન છે,
GJ-18 મનપા ફૂડ ઇન્સ્પેક્ટરોની જવાબદારી શું ? ફક્ત ઉઘરાણા અને હપ્તાખોરી ? કેટલા નમૂના લીધા? સેટીંગ ડોટકોમ ?