GJ-18 શહેરમાં હમણાં દસ વર્ષથી ખોદકામ ચાલુ ને ચાલુ જ રહે છે, ત્યારે ક્યારે બંધ થશે આ ખોદકામ ? પાણી, ગટર ,ભૂંગળા અને હવે મેટ્રો વાળાઓએ ભારે કરીને રોડ ,રસ્તા પહેલેથી બંધ કરી દીધા છે ,લોકો એટલા પરેશાન થઈ ગયા છે કે શું કરવું? ત્યારે ગઈકાલે સાંજે વરસાદ પડતા સ્થિતિ સ્ફોટક બની હતી, વરસાદ પણ ફક્ત થોડો પડ્યો પણ ભૂંગળા કામવાળાઓએ એવા ભુંગળા નાખ્યા બાદ જે પુરાણ કરવું જાેઈએ તે સુવ્યવસ્થિત પુરાણ ન થતાં વાહન ચાલકો, રહીશો પરેશાન થઈ ગયા છે, ત્યારે ઘણી જગ્યાએ વાહનો ફસાઈ જતા લોકોને મદદે આવું પડ્યું હતું. અને બીજા વાહન સાથે બાંધીને બહાર કાઢવા માં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
સૌથી વધારે કફોડી હાલત સેક્ટર- ૨૫ થી ૩૦ ની છે, ત્યારે સેક્ટર ૨૭ ખાતે તો વાહન ફસાઈ પડતા કફોડી સ્થિતિ સર્જાઇ હતી, ત્યારે હવે મનપા દ્વારા વાહનો ફસાઈ જાય તો તેના માટે અત્યારથી નાની મોટી ૧૦ જેટલી ક્રેન વસાવી લેતો સારું કારણકે થોડાક વરસાદમાં ગાભા- ડુચા કાઢી નાખ્યા નગરજનોના તો પછી વરસાદની ઋતુમાં શું થશે? તે પ્રશ્ન હાલ પેચિદો છે, ત્યારે હવે તંત્ર ટેક્સની ઉઘરાણી કરવામાં પઠાણી કડક ઉઘરાણી કરે છે, તો પ્રજા ટેક્સ ભરે છે, તો તેને વળતર મળવું જ જાેઈએ ,મનપા સેવા નો ટેક્સ લે છે ત્યારે અહીંયા સેવાના બદલે અગવડો પ્રજાને પડી રહી છે, લોકો વરસાદમાં બહાર નીકળતા અને ખાસ વાહન લઈને નીકળતા પણ ડરી રહ્યા છે.
ફોટામાં દેખાતા રહીશ એવા વડીલ પોતે મનપાના કર્મચારી નથી,સામે મકાનના માલિક છે, પણ એક કરોડનું મકાન હોવા છતાં ઝૂંપડા કરતા કફોડી સ્થિતિમાં જીવી રહ્યા છે, ટેક્સ મનપાનો ભરવા છતાં દુઃખી જેવો ઘાટ, ગાડી ફસાઈ જાય તો JCB ક્રેન ના ખર્ચા આપણે કરવાના, મનપાના કોન્ટ્રાક્ટરો કામ કરીને જતા રહે ભોગવવાનું આપણે, ટેક્સ ભરવા છતાં આ હાલાકી હોય તો સૌથી વધારે સુખી ઝુપડપટ્ટી વાળા ગણાય
GJ-18 મનપા દ્વારા અત્યારથી ભાડે અથવા ખરીદીને પણ JCB, ક્રેન રાખવાની તાતી જરૂર છે કારણ કે આવનારા ચોમાસામાં અનેક સમસ્યાઓ આવવાની લોકો કહી રહ્યા છે થોડાક વરસાદમાં હાલત કફોડી થઈ ગઈ તો વધુ વરસાદમાંGJ-18 ખાતે ભુંગળા અને મેટ્રોનું કામ જે ચાલી રહ્યું છે ,તેમાં યોગ્ય પુરાણ ન થતા સમસ્યા વધી રહી છે, જેથી હવે ક્રેન ખરીદી લો કારણ કે પ્રજાના વાહનો ફસાઈ જાય તો મનપાની જવાબદારી તો પછી કાઢવાની જવાબદારી કોની? તે ખર્ચ કોણ આપશે?