Gj -18 RTO ને તગડી આવક , લ્યો 91.60 લાખની આવક
GJ- 18 શહેરમાં એવી વ્યક્તિઓ છે, જેને એન્ટીક પીસ કહી શકાય, પૈસો મહત્વનો નથી પણ આ નંબર આપે એટલે આપણે લકકી અને એ વસ્તુ મહેસૂસ પણ કરેલી છે, ત્યારે gj- 18 આરટીઓ દ્વારા મનપસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબર સહિતની નંબર પ્લેટ ની ઓનલાઇન હરરાજી યોજવામાં આવી હતી ત્યારે 706 થી વધારે અરજદારો મેદાનમાં ઊતર્યા હતા, ત્યારે પોતાનો ફેન્સી અને લકી નંબર લેવા ઊંચી રકમનું જે ટેન્ડર હોય તેને મળે, ત્યારે આ પસંદગી નંબરોમાં આરટીઓને 91.60 લાખની આવક થવા પામી હતી.
Gj- 18 ગોગા ગ્રુપ પણ ગમે તે હોય પછી ભલેને વાડી કરતા વધારે વધેરાવું પડે અને ગાડી કરતાં નંબરની કિંમત ભલે વધે પણ વટ નો કટકો અને નંબર મેળવવા નો ઝટકો હોય અને તે પણ લકકી તો ભલે ઉચ્ચો ભાવ આવે લઈ લેવાનો ત્યારે રાંધેજા સ્થિત અને gj- 18 ગોગા ગ્રુપ દ્વારા ફોર વ્હીલર 2,49,000 ની બોલીમાં નંબર મેળવ્યો હતો, ત્યારબાદ activa ની કિંમત જોવા જઈએ તો 89,000 અને નંબર મેળવવા માટે 41,000 નો ચાંલ્લો આરટીઓને કર્યો હતો.
બોક્સ
ફોર વ્હીલર તથા ટુવ્હીલર નો 90.94 નંબર લેવા ગોગા ભક્તે ભારે કરી, ગોગા કહે વહી હોગા, ભલે નંબર પડે મોંઘા , બાકી નંબર મળે એટલે બધું સોંઘા, ત્યારે 9094 નંબર આઈડિયા કરીએ તો ગોગા પણ વંચાય ,ત્યારે કોંગ્રેસના કોઈ અગ્રણીએ આ નંબર લેવા ઘાટ કરતા ઘડામણ ભલે થાય, પણ દાદા ના આશીર્વાદ વાળો નંબર જ જોઈએ.