ગુજરાતમાં સૌપ્રથમવારGJ-18 મહાનગરપાલિકા ખાતે ૪૧ સીટ સાથે ભાજપ એ સ્પષ્ટ બહુમતી સાથે અને વિપક્ષ પદ પણ રહેવા દીધું નહોતું, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ૩૩% મહિલા અનામત આપીને અનેક મહિલાઓને નગરસેવક તરીકે ટિકિટ આપીને નગરસેવકનું પદ પણ મળ્યું છે, ત્યારે જાેવા જઈએ તો મહિલા જેટલી ચૂંટાય છે તેમાં સફળ કેટલીક? રાજકારણમાં બોલે તેના બોર વેચાય ત્યારે GJ-18 મહાનગરપાલિકામાં જે મહિલા નગર સેવકો ચૂંટાય છે તે ફક્ત પાટલીઓ થબાવા અને મિટિંગમાં ચા નાસ્તો અને ફક્ત સાંભળવાનું, બોલે ક્યાંથી? ખબર પડે તો ને, ત્યારે હા ત્રણ થી ચાર મહિલા પાવરફુલ પણ છે, પણ હા મોટાભાગની મહિલાઓ તથા તેમના પતિઓ હવે આવનારા દિવસોમાં મેયર પદ ,ડેપ્યુટી મેયર, ચેરમેનના જે પદો છે, તેના ઉપર નજર છે, ત્યારે અત્યારે ચૂપ રહો, જે થવું હોય તે થવા દો, ત્યારે ઘણીજ મહિલાઓ પાર્ટી પક્ષ કાર્યક્રમ અને ખાસ કમિટીની મીટીંગોમાં હાજરી આપે ખરી પણ બોલતા ઓછી સાંભળી છે, રજૂઆત પણ કરવા તેમના પતિદેવો જ ફક્ત આવતા હોય છે, ત્યારે મહિલાઓની પીપૂડી વાગતી નથી કે સ્વીચ પતિઓએ બંધ કરી રાખી છે,
ભાજપના ૪૧ નગર સેવકોમાં એક મહિલા પોતે નગરસેવક હોય અને પોતે તમામ ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગઈ છે, ત્યારે સ્પષ્ટપણે નારાજગી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે ,આવનારા દિવસોમાં ૪૧ નગર સેવકો સામે ત્રણ હોદ્દા મેયર, ચેરમેન ,ડેપ્યુટી મેયરના છે, ત્યારે ભલે અત્યારે હમ સબ એક હે ,પણ બાજંબાજી થાય તેવી શક્યતાઓનો વર્તરો અત્યારથી જ મળી રહ્યો છે આ વખતે મેયર ડેપ્યુટી ,મેયર ,ચેરમેનના અઢી વર્ષ પૂર્ણ થઈ ગયા, પણ બાકી રહેલા ૩૮ નગર સેવકો માંથી અપાશે તો અઢી વર્ષ પૂર્ણ થશે ખરા? તે ચર્ચા જગાવી છે હાલ બધા નગર સેવકો અનેક લોકોની પગચિમ્પી કરીને એક વર્ષ બાદ જગ્યા જે ખાલી પડવાની છે, તે જગ્યાએ પોતાના માટે અને પતિઓ મહિલાઓ માટે જાેર લગાવી રહ્યા છે, બાકી આવનારા દિવસોમાં ખટરાગ વધે તેના કરતાં અઢી વર્ષના બદલે સવા વર્ષ રાખે અને બીજી કમિટીઓમાં સ્થાન આપે તો પણ નગરસેવકો માની જાય તેમ છે, ત્યારે હવે પોતાના ગોડફાધરોને અત્યારથી જ ઓળખાણની ખાણમાં ભલામણો શરૂ થઈ ગઈ છે ત્યારે મહિલા નગર સેવક લેફ્ટ થવાનું કારણ શું? ફોન ખોવાઈ ગયો હોય, ફોન ચોરાઈ ગયો હોય પાણીમાં ફોન પડી ગયો હોય ,પણ લેફ્ટ આંગળીના ટેરવા થી જ થાય ત્યારે ભૂલથી લેફ્ટ થયા છે કે નારાજગીથી?