રાજ્યના ડિસ્ટ્રીકટ જજ, સિનિયર સિવિલ જજો સહિત 365 ન્યાયાધીશોની બદલી

Spread the love

રાજ્યના 87 ડિસ્ટ્રીકટ જજ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના ન્યાયાધીશ, 111 સિનિયર સિવિલ જજ્જો, 167 સિવિલ જજ અને લેબર કોર્ટ (જુનિયર ડિવિઝન) જજ મળી 365 જ્યુડિશિયલ ઓફિસર્સની બદલી થઇ છે. અમરેલીના રામચંદ્ર વાછાણીને રાજકોટ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ બનાવાયા છે જ્યારે રાજકોટના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ યુ.ટી.
દેસાઇની વડોદરા બદલી થઇ છે. ડિસ્ટ્રીકટ જજ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના ન્યાયાધીશની બદલીઓમાં પ્રિન્સીપાલ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ અમદાવાદના શુભદા ક્રિષ્ણકાંત બક્ષીને જામનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ, અમરેલી પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ રામચંદ્ર ઠાકુરદાસ વાછાણીને રાજકોટ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ, પોરબંદર ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ કૈલાશનાથ રાધેશ્યામ ઉપાધ્યાયને ભરૂચ ફેમિલી કોર્ટ પ્રિન્સીપાલ જજ, સુરત ફેમિલી કોર્ટના જજ મમતાબેન મુનાભાઈ પટેલને જામનગર ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ,
ભાવનગર એડિશનલ ડિસ્ટ્રીકટ જજ નિલેષ અરુણકાંત અંજારીયાને ભાવનગર ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ, ગાંધીધામના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ મનિષસહાય જગદીશસહાય પરાસરને અમરેલી પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ, દાહોદ લીમખેડાના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ ભુપેશકુમાર શંભુભાઇ પરમારને રાજકોટ ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ, સુરત ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના મેમ્બર જજ મહંમદ ઇલ્યાસ ફરીદભાઇ મંડલીને પોરબંદર ફેમિલી કોર્ટ પ્રિન્સીપાલ જજ, અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના બેનાબેન શાંતિલાલ ચૌહાણને ભુજ ફેમિલી કોર્ટ પ્રિન્સીપાલ જજ, સુરેન્દ્રનગરના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ નરેશ ગીરીકાંત દવેને અમદાવાદ રૂરલ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ, જામનગર ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ મહેશકુમાર શાંતિલાલ સોનીને મોડાસા ફેમિલી કોર્ટ પ્રિન્સીપાલ જજ, દ્વારકા એડિશનલ જજ પ્રશાંતકુમાર હસમુખભાઇ શેઠને અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ જજ તરીકે બદલી કરાઇ છે.
111 સિનિયર સિવિલ જજોની બદલી થઇ છે જેમાં ભાવનગરના ઝેડ એ. સિંધીને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પ્રોજેકટ ઓફિસર, કચ્છ ગાંધીધામના એચ. ડી. પંડિતને અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટના ચીફ જજ, નવસારીના એસ. આર. સિંઘને અમરેલી રાજુલા, વડોદરાના દિલીપસિંહ ભાવસિંહ ગોહિલને ખંભાળિયા, વલસાડના એમ.બી. બાજપેયીને સુરેન્દ્રનગર લીંબડી, ભાવનગરના એલ એમ. રાઠોડને મહેસાણા વિસનગર, જામનગરના એમ.ડી. નંદાણીને બોરસદ આણંદ, સુરતના એમ.કે. ખેરને જામનગર, જામનગરના એન. એન. પાથરને સીબીઆઈ કોર્ટ 1 અમદાવાદ રૂરલ, દાહોદના સી.એન. મારફતીયાને ભાવનગર તળાજા, પાટણના ડી.એ. ઠાકોરને જામનગર, છોટાઉદેપુરના બી.જી. પટેલને બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ જામનગર, સુરતના ધારા મહેન્દ્રભાઈ શાહને વાંકાનેર, જૂનાગઢના બી.આર. સોલંકીને પ્રાંતિજ સાબરકાંઠા, સુરેન્દ્રનગર લીંબડીના એમ એન. શેખને હિંમતનગર સાબરકાંઠા, મોરબીના એમ. આર. રાણાને સંતરામપુર મહીસાગર, પોરબંદરના ચીફ જ્યૂ મેજી. કે.બી. રાઠોડને વડોદરા, મોરબીના એન સી. જાધવને ખેડા બદલી કરાઈ છે.

રાજકોટથી બદલી પામેલ ન્યાયાધીશોની વાત કરીએ તો, પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ વડોદરા, બીજા એડિશનલ સેશન્સ જજ એ.વી. હિરપરાને અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ જજ, ગોંડલના રાહુલ પ્રતાપ સિંઘ રાધવને બીજા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ નવસારી આહવા, જેતપુરના રાજકુમાર રામસિંહ ચૌધરીને એડિશનલ ડિસ્ટ્રીકટ જજ પાટણ રાધનપુર, ધોરાજીના રાહુલ મહેશચંદ્ર શર્માને બનાસકાંઠા થરાદ, ગોંડલના વિરલ હેમરાજભાઈ પટેલને સાબરકાંઠા હિમતનગર, બીજા સિનિયર સિવિલ જજ એસ.જે. પંચાલને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ, જસદણના પી એન. નવીનને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ, 11મા એડિશનલ સિનિયર સિવિલ જજ વી.આર. ચૌધરીને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ, બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ એમ.વી. ચોકસીને સહેરા પંચમહાલ, લેબર કોર્ટ જજ એસ.બી. શાહને સુરત લેબર કોર્ટ જજ, જેએમએફસી(ટ્રાફિક) જજ એન આર. વાધવાણીને લેબર કોર્ટ (જુનિયર ડિવિઝન) અમદાવાદ, ગોંડલના પ્રિયા દુવાને જેએમએફસી કલોલ, પડધરીના સી.કે. રાઠોડને જેએમએફસી અમદાવાદ રૂરલ, જેએમએફસી રેલવે એચ જે. પરમારને અમદાવાદ રૂરલ રેલવે કોર્ટ પ્રકૃતિબેન નિરજકુમાર જૈનને જેએમએફસી આણંદ, એસ.એસ. અજમેરીને મહેસાણા જેએમએફસી, એ.એમ. ઓઝાને એમએફસી આણંદ, લેબર જજ એ એન. તલસાણીયાને વલસાડ લેબર કોર્ટમાં મુકાયા છે.
બદલી પામી રાજકોટ મુકાયેલા ન્યાયાધીશો
રાજકોટમાં બદલી પામી આવેલા ન્યાયધીશોમાં અમરેલીના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ રામચંદ્ર ઠાકુરદાસ વાછાણીની રાજકોટ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ, દાહોદ લીમખેડાના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ ભુપેશકુમાર શંભુભાઈ પરમારને રાજકોટ ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ, પંચમહાલ હાલોલના લીલાભાઈ ગોવિંદભાઇ ચુડાસમાને બીજા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ જેતપુર, અમદાવાદ સિટી સિવિલ એન્ડ સશન્સ જજ મુસ્તાક અહેમદ ભટ્ટીને ત્રીજા એડિશનલ જજ ગોંડલ, વાપીના ધર્મેન્દ્રસિંઘ શેર સિંધને પાંચમા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ, નડિયાદ ખેડા ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના મેમ્બર જજ અલીહુસૈન મોહિબુલ્લાહ શેખને છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ, અમદાવાદના સિટી સિવિલ એન્ડ સેશન્સ જજ હેમાંગ અશ્વિનભાઇ ત્રિવેદીને આઠમા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ ગોંડલ, ભરૂચના એડિશનલ ડિસ્ટ્રીકટ જજ ગૌરવ દિપક યાદવને રાજકોટ ફેમિલી કોર્ટ જજ, નવસારીના મેહુલ દેવદાસભાઈ પરમારને એડિશનલ સિનિયર સિવિલ જજ ગોંડલ, નવસારીના પી.આર. સુથારને રાજકોટ લેબર કોર્ટ જજ સુરત માંડવીના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ પી.જે. કયાસ્થાને 10મા એડિશનલ સિનિયર સિવિલ જજ, સુરતના એમ એમ. શુકલને 11મા એડિશનલ સિનિયર સિવિલ જજ, બાલાસિનોરના કે એન. દવેને જસદણ, સુરતના ઇમ્તિહાના મહંમદસફી શેખને 13મા એડિશનલ સિનિયર સિવિલ જજ, સુરતના રણવીર સિંહ રાઠોડને જેએમએફસી, બીજા એડિશનલ સિવિલ જજ ગોંડલ, વડોદરાના દેવલબેન યજ્ઞેશ્વર પટેલને જેએમએફસી ઉપલેટા, વડોદરાના હેતલબેન જગદીશભાઈ ગઢવીને જેએમએફસી રાજકોટ, સુરતના આર.આર. બારીયાને પ્રિન્સીપાલ સિવિલ જજ પડધરી, ભરૂચના લીઝા રાજેન્દ્ર ગજ્જરને જેએમએફસી(ટ્રાફિક), ભરૂચના ભાર્ગવ પી. ઠાકરને ત્રીજા એડિશનલ સિવિલ જજ અને જેએમએફસી, ભરૂચના એ.એસ. ખંડવાલને જેએમએફસી રેલવે, ધોરાજીના ઋત્વિજ ફાલ્ગુનભાઈ ત્રિવેદીને 7મા એડિશનલ સિવિલ જજ અને જેએમએફસી રાજકોટ, દાહોદના ડી.જે. ચૌહાણને લેબર કોર્ટ રાજકોટમાં બદલી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com