ગુજરાતનું કહેવાતું GJ-18 એટલે આખા ગામની વહુ કહેવાય, ભલે બધા હુકમો, ઓર્ડરો, પરિપત્રો, આદેશો અહીંયા થી થાય, પણ લોકો અન્ય ચીજ વસ્તુઓ પહેરાવી પણ જાય, ત્યારે અગાઉ સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયા ખર્ચ કરીને રોબોટ લાવ્યા હતા તે રોબોટ ઓપરેશન માટે મૂકવામાં આવ્યો હતો, તે રોબોટ ક્યાં છે? પસ્તીમાં? ત્યારે હવે GJ-18 મનપામાં ગટરો સાફ કરવાનો રોબોટ ૪૦ લાખનું આવ્યો છે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખરીદેલો વળગાળ હવે GJ-18 મનપા આવશે, ત્યારે આ રોબોટ ચલાવવા મોંઘા દાઢ પગારદારો રાખવા અને આનો મેન્ટેનન્સ ખર્ચ કેટલો છે તે જણાવો જરૂરી છે આખા ગુજરાતના નામાંકિત માર્ગ અને મકાન વિભાગો ખરીદેલો ૪૦ લાખનો રોબોટ કયા સાફ-સફાઈ કરતો જાેવા મળ્યો નથી ૪૦ લાખની કિંમતનું પોર્ટેબલ રોબોટ સાબરમતી ગેસએ વિનામૂલ્યે આપ્યું હતું એવો જાેરશોરથી પ્રચાર ત્રણ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો મેન હોલની સફાઈ હવે કામદારો નહિ પણ રોબોટ કરશે. એવો જાેરશોરથી પ્રચાર ત્રણ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો.સાબરમતી ગેસ દ્વારા આ રોબોટ માર્ગમકાન વિભાગને વિનામુલ્યે આપ્યો હતો. પરંતુ આર્યની વાત છે કે એ રોબોટ પછી ક્યારેય જાહેરમાં જાેવા મળ્યો નહતો. માર્ગ-મકાન વિભાગ દ્વારા આ રોબોટ છ મહિના પુર્વે ગાંધીનગર મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો. વર્ષો પછી આ રોબોટ આજે સ્થાયી સમિતી ચેરમેનએ લાઈવ ડેમો નિહાળ્યું તે દરમિયાન બહાર જાેવા મળ્યું હતું. તે મેનહોલની સફાઈ કરવા માટે માણસને અંદર ઉતારવાની જરૂરિયાત નહી રહે. પોર્ટેબલ રોબોટ જ મેનહોલની અંદર તમામ પ્રકારનો કચરાની સફાઈ કરી આપશે. અંદર પથ્થર હશે તો પણ આ રોબોટ તેને બાર કાઢવાની ક્ષમતા ધરાવે છે. સાબરમતી ગેસના સીએસઆર ફંડમાંથી મેન હોલની સાફસફાઈ માટે પોર્ટેબલ રોબોટ વિના મુલ્યે માર્ગ-મકાન વિભાગને આપવામાં આવ્યો હતો. પુર્વ નાયબ મુખ્યમંત્રીએ તેનું લોકાર્પણ કર્યું હતું. અંદાજે ૪૦ લાખની કિંમત ધરાવતું આ રોબોટ એ પછી ક્યારેય જાહેરમાં જાેવા નથી મળ્યું. ગાંધીનગરમાં ગટર ઉભરાવાની ઘણી ફરિયાદો આવી રહી છે. પરંતુ જેટીંગ મશીનથી જ ડ્રેનેજની આજદિન સુધી સફાઈ થતી જાેવા મળી છે. અથવા તો કામદારો પાસેથી સફાઈ કરાવવામાં આવે છે. ગાંધીનગર બાદ સમગ્ર રાજ્યમાંરોબોટથી મેનહોલની સાઈ પર ભાર મુકવામાં આવનાર હતો. પરંતુ પાટનગર યોજનાએ આ રોબોટને ગોડાઉનમાં કયાંક ખુણામાં મુકી દીધો હતો. જે રોબોટને માર્ગ-મકાન વિભાગે છ મહિના પુર્વે કોર્પોરશનને સુપ્રત કર્યો છે. પરંતુ આ રોબોટને ઓપરેટ કરવા માટે નિષ્ણાત ઓપરેટર માર્ગ-મકાન વિભાગ પાસે પણ નહતો અને ગાંધીનગર કોર્પોરેશન પાસે પણ નથી. આ રોબોટનું સંચાલન કરવા માટે કોર્પોરશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. સ્થાયી સમિતી ચેરમેન જશવંત પટેલને આ રોબોટ અંગે જાણકારી થતાં તેઓએ તેનો લાઈવ ડેમો જાેવા પર ભાર મૂક્યો હતો. લાઈવ ડેમો કરવા માટે ચેન્નાઈથી એન્જીનિયર બોલાવવામાં આવ્યો હતો.
જેણે મેન હોલમાંથી તમામ પ્રકારનો કચરો આ નાનો રોબોટ કેવી રીતે બહાર કાઢી શકે છે તેનો લાઈવ ડેમો કરી બતાવ્યો હતો. ચેરમેન જશવંત પટેલના જણાવ્યાનુસાર કચરો કાઢવા માટે કોઈપણ વ્યક્તિને મેન હોલમાં ઉતારવાની જરૂરિયાત નહી રહે. આ ૮૦ કિલોનું વજન ધરાવતું રોબોટ જ તમામ કરવાની ક્ષમતા ધરાવે છે. રોબોટમાં એક જનરેટર અને કોમ્પ્રેસરની જરૂરિયાત રહે છે. તેના નીચેના ભાગે કેમેરા હોય છે. તથા ઉપરના ભાગે જે સ્ક્રીન હોય છે, જેના દ્વારા ગંદકી જાેઈ શકાય છે. રોબોટ એ તમામ ગંદકી-કચરો બકેટ દ્વારા ઉપાડી લે છે. અલબત્ત આ રોબોટ ચલાવવા માટે એક ઓપરેટર અને એક લેબરની જરૂરિયાત રહે છે. તેમજ પાંચ લિટર પેટ્રોલમાંથી આઠ ક્લાક કામ કરવાની તેની ક્ષમતા છે.