કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવીને કર્યો શુભારંભ

Spread the love

અમદાવાદ

પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર આજે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મેયર અમદાવાદ કિરીટ પરમાર અને ધારાસભ્ય કૌશિક જૈનની હાજરીમાં ટ્રેન નંબર 09421/09422 અમદાવાદ-દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર તરૂણ જૈન, સીનીયર ડીવીઝનલ કોમર્શીયલ મેનેજર પવન કુમાર સિંહ, અન્ય રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડિવિઝનલ રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09421/09422 અમદાવાદ-દરભંગા-અમદાવાદ સ્પેશિયલ

ટ્રેન નંબર 09421 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ અમદાવાદથી દર સોમવારે 16.10 કલાકે ઉપડશે અને બુધવારે 2.15 કલાકે દરભંગા પહોંચશે. આ ટ્રેન 8 મે થી 26 જૂન 2023 સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09422 દરભંગા- અમદાવાદ સ્પેશિયલ દરભંગાથી દર બુધવારે 05.30 કલાકે ઉપડશે અને ગુરુવારે 18.00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 10મી મેથી 28મી જૂન, 2023 સુધી દોડશે. આ ટ્રેન બંને દિશાઓમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ જંક્શન, ભરતપુર, અછનેરા જંક્શન, યમુના બ્રિજ, ટુંડલા જંક્શન, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, ઉન્નાવ, લખનૌ, ગોંડા, ગોરખપુર, નરકટિયાગંજ, રક્સૌલ, બૈરગાનિયા, સીતામઢી અને જનકપુર રોડ સ્ટેશન પર રોકાશે.

ટ્રેન નંબર 09421 માટે નું બુકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી કર્ણાવતી મહાનગરના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતેથી અમદાવાદ- દરભંગા માટેની સમર સ્પેશીયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

આ પ્રસંગે મીડિયાને સંબોધતા ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય રેલ્વે મંત્રાલય જનતા જનાર્દનના હિતમાં અનેકાનેક નિર્ણયો લઇ રહ્યા છે. ગુજરાતમાં મીની ભારત વસે છે અને ઉનાળાનું વેકેશન હોઈ સૌ કોઈ પોતાના ઘરે જતા હોય ત્યારે વધુ પરિવહનના ઘસારાના કારણે વધારાની વાહન વ્યવસ્થા કરવી એ સરકારની ફરજ છે. વધારાના કોચ લગાડવા, સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવી ઘસારાને પહોચી વળવામાં આવે છે. તહેવારની સીઝન હોય, દિવાળીનું વેકેશન હોય દરેક સમયે સરકાર સંજ્ઞાન લઇ પરિવહનની વ્યવસ્થા હાથ ધરતી હોય છે. સમગ્ર ગુજરાતમાંથી ૪ કરતા વધુ ટ્રેનો સમર સ્પેશિયલ તરીકે ચલાવામાં આવી રહી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કોરોનના કપરા કાળમાં પણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દેશના વિવિધ રાજ્યોના નાગરિકોને સુચારુ રીતે પહોંચાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ સહકોષાધ્યક્ષ અને પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ, મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત શાહ, મહાનગરના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશબારોટ, શહેર સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com