
આરોપી મુન્નો ઉર્ફે વોન્ટેડ અબ્દુલભાઇ મલેક
અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં નાસતા ફરતા/પેરોલ જમ્પ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બીએ તાબાના અધિકારી / કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી નાસતા/ફરતા તથા પેરોલ જમ્પ આરોપી પકડવા કવાયત હાથ ધરેલ તેના ફળસ્વરૂપે પો.સ.ઇ. આર.બી.રાઠોડ તથા પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હે.કોન્સ. નરેન્દ્રસિંહ ચાવડા તથા પો.કોન્સ. અજીતસિંહ પઢેરીયાને મળેલ બાતમી આધારે સાણંદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૨૦૫૦૨૨૦૪૬૨ ઇ.પી.કો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૫ વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી મુન્નો ઉર્ફે વોન્ટેડ અબ્દુલભાઇ મલેક રહે. અણદેજ ગામ તા.સાણંદ જી.અમદાવદાને ઝડપી પાડ્યો હતો.આ કામગીરીમાં એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા, પો.સ.ઇ.શ્રી આર.બી.રાઠોડ, હે.કોન્સ. અજયસિંહ ચુડાસમા, હે.કોન્સ. નરેન્દ્રસિંહ ચાવડા, પો.કોન્સ. અજીતસીહ પઢેરીયા, પો.કોન્સ. પ્રદિપસિંહ રાઠોડ, ડ્રા.પો.કોન્સ. દિવાનસિંહ સોલંકી જોડાયેલ હતા.