ગોમતીપુર પોલીસ સ્ટેશનના ખૂનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર બી.એસ. સુથારની ટીમના પો.સ.ઈ. કે.એલ.ખટાણા તથા અ.પો.કો.મહેન્દ્રસિંહ તથા અ.પો.કો. શિશપાલ દ્વારા ખૂનના ગુનામાં નાસતા ફરતા આરોપી વિશાલને સ્વતીક ચાર રસ્તા પાસે અમરાઇવીડી અમદાવાદ જી.આઈ.ડી.સી. ઉજવલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના નાકે થી ઝડપી લીધો હતો. આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઈ મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.આરોપીનો મિત્ર મહેશ ઉર્ફે સુલતાન ડાહ્યાભાઈ વાઘેલા તથા ધર્મશ ઉર્ફે ધમો ભગવાનભાઈ વાઘેલાને મરણ જનાર હીતેષ વાઘેલા સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી ગઇ તા.૧૬/૦૯/૨૦૨૨ ના રાત્રીના સમયે તે તથા તેના મિત્રો મહેશ વાઘેલા તથા ધર્મશ ઉર્ફે ધમો વાઘેલા તથા કેતન પરમાર તથા સાહિલ સોલંકી તથા અન્ય ઈસમો સાથે ભેગા મળી ગોમતીપુર ગજરા કોલોની માતુછાયા સ્કુલ પાસે ગયેલ. ત્યાં મરણ જનાર હિતેષ વાઘેલા તથા મિત્રો સાથે બેસેલ હોય તેની પાસે જઈ તેની પાસે રહેલ એસીડની બોટલો મરણ જનાર હિતેષ વાઘેલા પર તથા અન્ય ઈસમો પર નાંખેલ તેમજ તેના મિત્ર ધર્મશ ઉફે ધમાએ તેની પાસેની પિસ્ટલથી હિતેષ વાઘેલાને એક ગોળી લમણા ભાગે મારી દિધેલ. હિતેષ નીચે પડીગયેલજેથી અમો બધા ત્યાથી ભાગી ગયેલ. ત્યાર બાદ તેને હિતેષ વાઘેલા મરણ ગયેલ હોવાના ખબર પડતા તે આજદિન સુધી નાસતો ફરતો રહેલ હોવાની કબૂલાત કરી હતી , જે બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરાવતા ગોમતીપુર પોલીસ સ્ટેશન એ પાર્ટમાં ધી ઈ.પી.કો.કલમ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧- બી)(એ),૨૭(૧) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય , જે ગુન્હામાં આરોપી આજદીન સુધી નાસતો ફરતો હતો જેથી આરોપીને પકડી ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *