
કલોલના અંબિકા બસ સ્ટેન્ડ ખાતે બે બસ વચ્ચે અકસ્માત સર્જાતા પાંચના મોત થયા છે. અંબિકા ખાતે એસટી બસ મુસાફરો લેવા માટે ઉભી હતી ત્યારે પાછળથી ખાનગી ટ્રાવેલ્સ બસ ચાલકે ટક્કર મારી હતી જેને કારણે સાઈડમાં ઊભા રહેલા પાંચ મુસાફરો દબાઈ જતા તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માતને પગલે એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં સરકારે સહાયની જાહેરાત કરી છે. જેમાં મૃતકનાં પરિવારને ૪ લાખ તથા ઘાયલ થયેલાને ૫૦ હજારની સહાય ચુકવાશે.
અંબિકા હાઇવે પર થયેલ અકસ્માતમાં શારદાબેન રોહિતભાઈ જાગરિયા, રહે.ગોપાલનગરના છાપરા, બળવંતજી કાળાજી ઠાકોર રહેપિયજ, વિહોલ દિલીપસિંહ મનુજી રહે. ગોકુલધામ રેસિડેન્સી,પંચવટી, પટેલ પાર્થ દ્વારકેશભાઈ રહે દ્વારકેશ સોસાયટી, કલોલનો સમાવેશ થાય છે. મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે કલોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. અહીં મૃતકોના પરિજનોએ રોકકળ કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. ૯ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.