ગુડાનું બખડજંતર, આવાસ યોજનાના ફોર્મ ઓનલાઈન ભરવાનો ભમેડો ફેરવ્યો, ઓનલાઇન ફોર્મ ભરતા આવડે કોને ?

Spread the love


ગુજરાતમાં જે લોકોને ઘરનું ઘર ન હતું, તેમનું સપનું સાકાર ભાજપની સરકાર એટલે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અનેક પ્રયત્નો થકી આ સપનું લોકોનું સાકાર થયું છે, ત્યારે ગુડા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત lig-11 ઓછી આવક ધરાવતા વર્ગના લોકો માટે આવાસ યોજના અટલ આવાસ યોજના અડાલજ ખાતે બનાવવામાં આવેલા છે, ત્યારે મકાન ફાળવ્યા બાદ ૯૬ જેટલા અરજદારોએ મકાનના નાણા ના ભરતા આખરે તે લાગેલા મકાન લાભાર્થીઓનું રદ કરીને હવે નવેસરથી અરજી મંગાવવામાં આવી રહી છે ત્યારે ગુડા દ્વારા ૯૬ આવાસો જે અડાલજ ખાતે આવ્યા છે તે આવાસો માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું મહમદ તગ લગી ર્નિણયથી અનેક ફોર્મ ભરનારા અરજદારો પોતે લૂંટાઈ રહ્યા છે ત્યારે ૧૦૦૦ રૂપિયા ફોર્મ ભરવાના દલાલો લઈ રહ્યા છે ત્યારે ગરીબ લાભાર્થીઓ માટે જે મકાન બનાવવામાં આવ્યા છે તેમાં ઓછા ભણેલા અભણ વ્યક્તિઓને ઓનલાઈન ફોર્મ ભરતા આવડતું નથી જે તગ લગી ર્નિણયથી અનેક લોકો પરેશાન થઈ ગયા છે,
ગુડા દ્વારા અડાલજ ખાતે ૯૬ આવશો જે ખાલી છે તે ઓનલાઈન ભરવાના ર્નિણયથી અનેક જે લાભાર્થીઓ ફોર્મ ભરવા નથી રહ્યા છે તેમને ખૂબ જ અગવડ પડી રહી છે અગાઉ પણ ગુડાની ડ્રોમાં ગોળાચારી બહાર આવી હતી ત્યારે હવે નવી ગોળાચારી કરવા નવો તખ્ખો તો તૈયાર નથી ને તેવું લોકો ચર્ચા કરી રહ્યા છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *