ધી ગુ. સચિવાલય ફેડરેશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ મોંઘવારી ભથ્થુંનો રાજ્ય સરકાર દ્વારા અમલ કરવા નાણાં મંત્રીને પત્ર

Spread the love

કેન્દ્ર સરકારના ધોરણે રાજય સરકારના અધિકારી/કર્મચારીઓને પગારપંચ તેમજ અન્ય લાભો લાગુ પાડવાનું રાજય સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કરેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા સંદર્ભિત હુકમ થી જુલાઇ,૨૦૨૨ ની અસરથી મોંઘવારી ભથ્થાના દરમાં ૪% નો વધારો કરી ૩૪% થી ૩૮% મોંઘવારી ભથ્થુ લાગુ પાડેલ છે તથા જાન્યુઆરી-૨૦૧૩ ની અસરથી ૪ % નો વધારો કરી ૩૮% થી ૪૨% મોંઘવારી ભથ્થુ જાહેર કરેલ છે. તદનુસાર વર્તમાન સમયમાં દિન-પ્રતિદીન વધી રહેલ મોંઘવારી તથા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં અસહ્ય ભાવવધારો થઇ રહેલ છે.
વધુમાં સદરહું બાબતે વારંવાર આ ફેડરેશન દ્વારા વખતોવખત સરકારશ્રી સમક્ષ મોંઘવારી ભથ્થુ જાહેર કરવા બાબતે રજુઆત કરેલ હોવા છતાં આજ દિન સુધી કર્મચારીઓની મોંઘવારી ભથ્થાની માંગણીનો ઉકેલ ન આવતા કર્મચારી આલમમાં અસંતોષની લાગણી પ્રવર્તી રહેલ છે. આથી રાજ્ય સરકારના અધિકારી/કર્મચારીઓને આપવામાં આવતા મોંઘવારી ભથ્થાના દરોમાં તા.૦૧/૦૭/૨૦૨૨ થી ૪ % અને તા.૦૧/૦૧/૨૦૨૩ થી ૪ % મુજબ વધારો કરવા અંગેના હુકમો સત્વરે બહાર પાડવા ધી ગુજરાત સચિવાલય ફેડરેશનને નાણાં મંત્રી કનુભાઇ દેસાઇને પત્ર પ્રમુખ બિન્દેશવન એચ. ગોસાઇ, મહામંત્રી મહેશસિંહ વાઘેલા દ્વારા પત્ર પાઠવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *