
GJ-18 ના ગિફ્ટ સિટી વિસ્તારમાં રાજ્યના પાટનગર ગાંધીનગરના ગીફ્ટસીટી વિસ્તારમાં પ્રથમ વખત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું ૨૯મું અધિવેશન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાન પદે યોજનારા છે. પીરોજપુર ગામની સીમમાં યોજનાર અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. અધિવેશનમાં વિદ્યાર્થીઓ અને નવી શિક્ષણ નીતિ ઉપર ચર્ચા વિચારણા કરાશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષણમાં શિક્ષકો, મહિલા શિક્ષકોનો શો ફાળો રહેશે. ઉપરાંત નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ની ૧૦૦ ટકા અમલવારી કરીને દેશની શૈક્ષણિક ગુણવત્તામાં અગ્રેસર રહે તેમજ શિક્ષકોના માધ્યમથી સમગ્ર દેશના બાળકોમાં સંસ્કારનું સિંચન કરવામાં આવે સહિતના મુદ્દાની ચર્ચા વિચારણાઅધિવેશનમાં કરવામાં આવનાર છે. અધિવેશનમાં નવ યુવકો અને મહિલા શિક્ષકોને શિક્ષણની નવી ધારામાં સામેલ કરવા તેમજ બાળકોના શિક્ષણ અને શિક્ષકોનો શો ભાગ તેના પર અધિવેશનમાં ચર્ચા કરાશે. અધિવેશનમાં દેશ અને વિદેશમાંથી અંદાજે ૮૦૦૦૦થી વધુ પ્રાથમિક શિક્ષકો ઉપસ્થિત રહેશે. જાેકે શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશન બાદ મોરારીબાપુની વ્યાસપીઠે રામકથાનું આયોજન તારીખ ૨૧મી, મે સુધી કરવામાં આવ્યું છે. ઉપરાંત દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાનું અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ રામપાલ સીંગ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે.