બ્રહ્માકુમારીઝ એક આધ્યાત્મિક સંસ્થા સાથે સમાજમાં નૈતિક મૂલ્યો સ્થાપના કાર્ય, વિજ્ઞાન સ્વાસ્થ્ય અને સામાજિક સેવામાં સંપૂર્ણ સમર્પિત છે.

Spread the love

-બ્રહ્માકુમારીઝ એક આધ્યાત્મિક સંસ્થા સાથે સમાજમાં નૈતિક મૂલ્યો સ્થાપના કાર્ય, વિજ્ઞાન સ્વાસ્થ્ય અને સામાજિક સેવામાં સંપૂર્ણ સમર્પિત છે.

 

–ગુજરાતમાં ભૂકંપ વખતે બ્રહ્માકુમારીઝના સેવા કાર્ય- નિષ્ઠાપૂર્વક પીડિતોની સેવા નો હું સાક્ષી રહ્યો છું.

 

–હું જ્યારે પણ બ્રહ્માકુમારીઝ સંભારમમાં આવું છું મને એક નવી આધ્યાત્મિક શક્તિ- ઉર્જા અને દેશ સેવાની ભાવનાની પ્રેરણા મળે છે. – શ્રી નરેન્દ્રભાઈ મોદીજી

 

–શાંતિવન ખાતેના વિશાળ ડાયમંડ હોલમાં દેશ-વિદેશના હજારો શ્રદ્ધાળુઓએ સ્વણીય ભારતને સાકાર કરવા દ્રઢ સંકલ્પ લીધો.

 

–૫૦ એકર જમીનમાં આકાર લેનાર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કરાયો.

તા. ૧૦/૦૫/૨૦૨૩

આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના મુખ્યાલય આબુ શાંતિવન ખાતે માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ બટન દબાવી ૫૦ એકરમાં બન નારી ગ્લોબલ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયંસિઝનું શિલાન્યાસ કર્યું તથા દેશ વિદેશથી આવેલા હજારો બ્રહ્માકુમાર ભાઈ બહેનો તથા મહાનુભાવોને સંબોધન કર્યું.

 

પોતાના સંબોધનમાં મોદીજીએ જણાવેલ કે હું જ્યારે પણ બ્રહ્માકુમારીઝ સંસ્થામાં આવું છું મને એક નવી આધ્યાત્મિક અનુભૂતિ ઉર્જા સાથે સેવા ભાવનાનું પ્રેરણા બળ મળે છે.

 

હું માનું છું કે બ્રહ્માકુમારીઝ માત્ર એક આધ્યાત્મિક સંસ્થા સાથે સમાજમાં નૈતિક મૂલ્યોની સ્થાપનાનુ કાર્ય કરે છે અને વિજ્ઞાન સ્વાસ્થ્ય અને સામાજિક સેવામાં સદા સંપૂર્ણ સમર્પિત છે તેમણે આગળ જણાવેલ કે, ગુજરાત ભુજના ભૂકંપ વખતે બહેનોના નિષ્ઠાપૂર્વક સેવા કાર્યોનો હું સાક્ષી રહ્યો છું પરમાત્મા અને દાદીજીના આશીર્વાદથી મેં દેશ માટે બહેનો પાસે જે સેવાની અપેક્ષા કરી તેના પ્રયાસોથી ઉમ્મીદો થી વધુ કરીને બતાવ્યું છે. એક સંસ્થા કઈ રીતે એક આંદોલન ઊભું કરી સેવા કરી શકે તે બ્રહ્માકુમારીઝ બહેનોએ કરી બતાવ્યું છે. તેથી બ્રહ્માકુમારી ભાઈ બહેનો સર્વ માટે પ્રેરણા પુંજ છે. સંસ્થાના સેવા કાર્યોને આગળ વધવાના મુદ્દે મોદીએ આગળ જણાવેલ કે રાષ્ટ્ર નિર્માણ વિષયના કાર્ય નો સર્વ ભવંતુ સુખીન: તળે જળ એજ જીવન, વ્યસન મુક્ત ભારત અભિયાન જેવા કાર્યમાં બ્રહ્માકુમારીઝની સદા મદદ મળતી રહે છે અને પ્રેરણા સ્ત્રોત રહેશે. મોદીએ ગ્રામ્ય વિસ્તારમાં જન ઔષધી વિષયે સમજણ આપવા, અનાજ માટે તથા પ્રાકૃતિક ખેતી વિષયે સમજૂતી આપી લોક આંદોલનમાં જોડાવા બ્રહ્માકુમારીઝનું આહવાન કરેલ.

કાર્યક્રમની શરૂઆતમાં બ્રહ્માકુમારીઝના

કાર્યકારી સચિવ મૃત્યુંજયભાઈ એ સર્વનું સ્વાગત કરી સંસ્થાના સેવા કાર્ય વિષયે માહિતી આપેલ. આ વિશાળ સમારંભમાં લંડનથી આવેલ સહ મુખ્ય પ્રશાસિકા બ્રહ્માકુમારી જયંતિ બહેને ગહન રાજયોગનો ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓને અભ્યાસ કરાવ્યો ત્યારે ડાયમંડ હોલમાં અધ્યાત્મ સકારાત્મક ઊર્જાનો સર્વે એ અનુભવ કરેલ તથા પ્રધાનમંત્રી મોદીજીએ આંખો બંધ કરી ધ્યાન વ્યવસ્થા નો અનુભવ કરેલ જે તેમને પોતાને વક્તવ્યમાં જણાવેલ. મોદીજીએ સ્ટેજ પર સંસ્થાના વડા, ૯૯ વર્ષીય ડૉ. રતન મોહિનીજીના આશીર્વાદ પ્રાપ્ત કરેલ સંચાલન બ્રહ્માકુમારી શિવિકાબેને કરેલ.

બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી ની સંસ્થામાં આબુ ખાતે આ પાંચમી મુલાકાત રહી તેમને દાદી જાનકીજી ની અધ્યાત્મ ઉર્જા આત્મીય સ્નેહને યાદ કરી માનવ સેવાની પ્રેરણાદાયી બતાવેલ તથા અહિથી કાંઈક લઈને જવાનો સંકલ્પ કરેલ તથા પોતાના પ્રવચન પહેલા અને અંતમાં ઓમ શાંતિ નો મંત્ર ઉચ્ચારેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *