
GJ-18 નો દિવસે વિકાસ નથી થતો તેટલો રાત્રે જોવા મળી રહ્યો છે, ત્યારે ગ્રીન સિટી, વૃક્ષો નગરી તરીકેનું બિરુદ હવે ઘસાઈ ગયુ છે. હવે કોન્ક્રીટ ના જંગલોમાં ફેરવાઈ ગયું છે, ત્યારે new Gj – 18 ખાતે જે પક્ષીઓ હતા ,તે મોટાભાગના old Gj-18 ખાતે આવી ગયા છે, ન્યુ gj- 18 ખાતે હાલ કબુતરો સિવાય કોઈ પક્ષી દેખાતા નથી, ત્યારે ઠેર ઠેર કોન્ક્રીટ ના જંગલો બની જતા હવે માનવો ના આશિયાના બની ગયા છે, ત્યારે કહેવત પડી હતી કે ખુશ્બુ ગુજરાત કી ત્યારે ખુશ્બુ શેની પોલ્યુશનની?
શહેરમાં ઈલેક્ટ્રીક બસો થી લઈને CNG બસો દોડી રહી છે ,પણ 100 બસો પોલ્યુશન અટકાવવા ઉતારી છે, તેમાં આ એક બસ ધુમાડા ઓકતી કાફી છે એટલો ધુમાડો કાળો મસ નીકળે છે કે બીજું વાહન જઈ રહ્યું હોય તો ઝાખું દેખાય રહ્યું છે ,ત્યારે સરકાર દ્વારા જુના વાહનોને સ્ક્રેપમાં મુકવાની વાતો ચાલે છે ,ત્યારે આ બસના કિમી પણ ફરી ગયા છે ,આ ત્રીજી પેઢી ચાલે છે, ત્યારે આ ધુમાડા ઓકતી બસનું કાંઈક કરો, પોલ્યુશન પણ કોંક્રીટના જંગલો થી વધી ગયું છે, ત્યારે વર્ષો જૂની ખખડધજ બસ અને પોલ્યુશન ઓકતી આ બસ બીજી બસ જે પોલ્યુશન બચાવવા શહેરમાં ફરી રહી છે ,પણ આ કાળા દીબાંગ ધુમાડાથી લઇને તંત્ર પણ સ્વચ્છતાથી લઈને પોલ્યુશન અટકાવવા ધુમાડે જ ગયું છે.
તંત્ર તો ધુમાડે ગયું છે પણ રોડ, રસ્તા પર ધુમાડો ઓકતી અને પોલ્યુશન દબદબાભેર જોઈ શકાય છે,આજે ઝાડવા કપાતા, રોડ ,રસ્તા પર ઇલેક્ટ્રીક બસો સીએનજી તો ત્રીજી પેઢીની બસ આવી ક્યાંથી? કી.મી પતી ગયા છતાં રોડ, રસ્તા પર ફરી રહી છે ,ત્યારે આવી હજારો બસ સ્ક્રેપમાં પોલિસીમાં આવશે, ત્યારે આ બસો ગામડામા તો વપરાતી હતી ,પણ શહેરમાં પણ રોડ, રસ્તા પર જોઈ શકાય છે.