ધારાસભ્યના ધોકેણા બોલ, વોલીબોલ ટુર્નામેન્ટ પિકનિક પોઇન્ટ બન્યો,

Spread the love


ગુજરાતનું કહેવાતું GJ-18 એટલે પાટનગર કહેવાય, ત્યારે GJ-18 ના ઇતિહાસમાં સૌપ્રથમવાર અને સૌથી વધારે દિવસની ટુર્નામેન્ટ યોજાઇ રહી છે, તે ૪૮ દિવસ ચાલવાની છે ,આજે ૧૦ દિવસ પૂર્ણ થવાની આરે છે ,ત્યારે ૩૬ વિધાનસભાના ધારાસભ્ય આર. કે. પટેલ દ્વારા સેક્ટર ૧૧ ખાતે જે ભવ્યાતિ ભવ્ય આયોજન ધોકેણા -બોલ અને વોલીબોલ ટુર્નામેન્ટની શહેરમાં ચર્ચા થવા પામી છે ,ત્યારે શરૂઆતના ઉદઘાટનથી શરૂ થયેલી ટુર્નામેન્ટ પહેલેથી જાેનારા રસિકો અને રશિયાઓ ૮ઃ૦૦ વાગે આવી જાય છે અને રાત્રે મોડા સુધી લોકો જાેવા આવી રહ્યા છે ,ત્યારે હવે મહિલાઓ પણ ક્રિકેટમાં રસ ધરાવતા ફેમિલી સાથે મેચ, ટુર્નામેન્ટ જાેવા આવી જાય છે. બાકીGJ-18 આખાને ભેગું કરીને ટેમ્પો જમાવ્યો છે.૪૮ દિવસ ચાલવાની ટુર્નામેન્ટમાં વોલીબોલ જાેવા પણ લોકો ખૂબ જ આવે છે, ત્યારે સેક્ટર ૧૧ ખાતે બનાવેલા ટેન્ટમાં ખાણીપીણી બજાર પણ ઊભું થઈ ગયું છે, સેક્ટર ૧૧ આખા GJ-18 માં કોમર્શિયલ વિસ્તાર અને તમામ સગવડો અહીંયા મળી રહે છે, ત્યારે ધારાસભ્ય આર કે પટેલ દ્વારા ધોકેણા બોલનો ટેમ્પો પાવરફુલ જામ્યો છે, ય્ત્ન-૧૮ ખાતે અનેક રમતવીરો છે ,સૌથી વધારે રમત ક્રિકેટની તથા વોલીબોલ ની રમાય છે, ત્યારે શની અને રવિના રજાના દિવસોમાં માનવ મહેરામણ ઉમટેતો નવાઈ નહીં,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *