
ગુજરાતમાં ઘણી જ જગ્યાએ ખેડૂતોની કપરી હાલત છે ,ત્યારે ૨૫ વર્ષથી પોતાની જમીન માટે લડતા બાપા સાયકલ લઈને ગીર – સોમનાથ થી સચિવાલય સુધીની અનેક સફરો કરી છે, ત્યારે સુરેશ મહેતા મુખ્યમંત્રી હતા, ત્યારથી આજ દિન સુધી જેટલા પણ મુખ્યમંત્રી આવ્યા તે તમામને રજૂઆત છતાં કોઈ જ નિવેડો આવ્યો નથી ,ત્યારે સાયકલ ઉપર ફરતા બાપા ની જમીન ભૂમાફિયાઓની મદદથી એક કંપનીએ પચાવી પાડી હોવાનો તેમની સાયકલ સાથે ભરાવેલ કાગળમાં ઉલ્લેખ છે વેરાવળ તાલુકાના ભાલકા તીર્થથી નીકળેલા બાપા સાત દિવસે ય્ત્ન- ૧૮ સચિવાલય ખાતે પહોંચી ગયા હતા ,પણ ન્યાય હજુ ન મળતા પોતે ૨૫ વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે,બાપા ભાજપ નો ઝંડો લઈને ફરે છે, ત્યારે આવા પણ કાર્યકરો છે કે પોતાનું બધું લૂંટાઇ ગયું છે હોવા છતાં એક આશા રાખીને પોતે જીવી રહ્યા છે કે મને ન્યાય મળશે ,સાત મુખ્યમંત્રી બદલાઈ ગયા પણ આ જશ કોને મળે છે, તે પ્રશ્ન છે ,ખેડૂત પોતે અરસી ભાઈ હમીરભાઈ રામ જે તસ્વીરમાં દેખાઈ રહ્યા છે ,તે બાપા છે ,હવે આ બાપા ના પ્રશ્નોનું કંઈક કરો ,ન્યાય નહીં મળ્યો હોય ,પ્રશ્નનું સોલ્યુશન નહીં આવ્યું હોય ત્યારે જ આ બાપા સાયકલ લઈને સચિવાલય સુધી લાંબા થયા હશે, પણ હા ભાજપનો હજુ સુધી કામ ન થતાં ઝંડો છોડ્યો નથી. આવા વર્ષો જૂના કાર્યકરને પણ હિંમતની દાદ આપવી જાેઈએ,