
દેશમાં અનેક રાજ્યમાં દીકરીઓને ભગાડીને લઈ જવા તથા ફસાવવાના જે કાવતરા અને તરકટો થાય છે, તેને ઉજાગર કરતી ફિલ્મ એવી “ધ કેરેલા સ્ટોરી ” પિક્ચર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદના સહયોગી થી આજરોજ ફ્રીમાં બતાવવામાં આવી હતી, ત્યારે યુવાન ચહેરા એવા આદિત્ય આહીર દ્વારા કોલેજમાં ભણતી છોકરીઓને ખાસ બતાવવા આગ્રહ રાખ્યો હતો કારણ કે જે ઘટનાઓ બને છે, લવ જેહાદની તે અટકાવવા દીકરીઓ આ જુવે, કેવી રીતે લવ જેહાદની પ્રવૃત્તિઓ ચાલે છે અને આ લવજેહાદમાં શું સ્થિતિ થાય છે ,તેને ઉજાગર કરતી આ ફિલ્મ કોલેજીયન યુવતીઓને દેખાડવા તમામ યુવા એવી યુવતીઓને આમંત્રણ પાઠવવામાં આવેલ હતું.લવ જેહાદ પર બનેલી આ ફિલ્મમાં યુવતીઓને કેવા તરખટ થી ફસાવવામાં આવે છે , જે યુવતીઓ હવે ફસાય નહીં જેથી આ ફિલ્મ એકવાર જાેવી જાેઈએ તેમ આદિત્ય દ્વારા જણાવ્યું હતું.આ સાથે યુવા ટીમ પણ લગે રહો મુન્નાભાઈ ની જેમ કોલેજીયન યુવતીઓને આ પિક્ચર દેખાડવા ભારે જહેમત ઉઠાવી હતી.