
ગુજરાતના વિકાસ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે બે હાથે નહીં પણ ચાર હાથે વિકાસ માટે ગ્રાન્ટો ફાળવી રહ્યા છે ત્યારે અનેક શહેરોમાં સ્માર્ટ સિટી નેજા હેઠળ અબજાેની ગ્રાન્ટો ફાળવવામાં આવી છે ત્યારે લાખના ૧૨૦૦૦ હોય તેમ GJ-18 મનપાની છકડા ગાડીઓ હવે કંડમમાં જઈ રહી છે કરોડો ખર્ચીને લાવેલી આ ગાડીઓ આઠ વર્ષમાં કન્ડમ થઈ ગઈ છે ત્યારે ભંગારમાં આ ગાડીઓ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આના ટેન્ડર કે મંગાવ્યા છે કે? આ ગાડી ભંગારમાં ગઈ છે કે પછી રીપેરીંગમાં? તે પ્રશ્ન હાલ પેચીદો છે.
GJ-18 મનપાની ગાડીઓ ખટાક ખટાક અંડર બ્રિજ માંથી પસાર થઈ રહી છે ત્યારે આ ગાડીઓ કેટલી મોકલી? તે પ્રશ્ન છે બાકી વહેમી હોય તો લાખના ૧૨૦૦૦ અને રીપેરીંગ હોય તો ૫૦૦૦૦ ત્યારે અત્યારે તો કેન્દ્રના કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તો કરો ખર્ચા ભરી દો પરચા તેઓ ઘાટ સર્જાયો છે,
કચરો ઉપાડવાની કરોડો રૂપિયાના છકડા ગાડીઓ હવે ભંગારમાં જવાની જાેવા મળે છે વેસ્ટ માંથી બેસ્ટ કેમ ન બને ? થોડા ખર્ચમાં અને રીપેરીંગ કરવાથી જાે થતું હોય તો રીપેરીંગ કરાવો બાકી ૫૦,૦૦૦ માં ઘૂઘરા જેવું એન્જિન બની જાય પણ દાદા દિલ્હીથી પૈસા મોકલે છે એટલે નવી જ લાવોને તેઓ ઘાટ છે,