ગુજરાત સેનવા-રાવત વિકાસ સંઘ દ્વારા ‘વીસમા સમૂહ લગ્નોત્સવ’નું ભવ્ય આયોજન રામકથા મેદાન, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના માન. અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, મંત્રી ભાનુમતીબેન બાબરીયા, પૂર્વ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં ૩૦ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકાના માનનીય મેયર હિતેશ મકવાણા ઉપસ્થિત રહી નવદંપતીને એકબીજાના સુખ, દુઃખ, સફળતા, સંઘર્ષ માં સહભાગી બની સ્વધર્મ અને કર્તવ્ય ધર્મનું પાલન કરતા રહો એવી શુભકામનાઓ પાઠવી હતી.ગુજરાત સેનવા રાવત વિકાસ સંઘના પ્રમુખશ્રી પુનમભાઈ મકવાણા (પૂર્વ ધારાસભ્ય- દસાડા) એ જણાવ્યું હતું કે ગુજરાત સેનવા રાવત વિકાસ સંઘ ૧૯૯૭માં સ્થપાયેલ સંસ્થા છે. જે છેલ્લા ૨૬ વર્ષથી અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સેવામાં કાર્યરત છે. માન. પુનમભાઈ મકવાણાએ આજના આ શુભકાર્યમાં અંત્યોદય સમાજને બિરદાવા તથા પ્રભુતામાં પગલા પાડી રહેલ નવદંપતીઓને આશીર્વાદ આપવા પધારેલ સામાજિક રાજકીય આગેવાનશ્રીઓનો તેમજ સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમૂહ લગ્નતોસવમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો ના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી ગૌતમભાઈ ગેડિયા, ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ્ટ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, માણસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, પૂર્વ મેયર શ્રી મહેન્દ્રસિંહ રાણા, અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી વિક્રમભાઈ ચૌહાણ, કાઉન્સિલરશ્રીઓ, રાજકીય – સામાજિક આગેવાનો, સંતો- મહંતો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.