કોરોનાથી ભારતમાં ત્રીજુ મૃત્યુ, આ રાજ્યમાં નવા 26 પોઝીટીવ કેસ નોધાયા

Spread the love

ભારતમાં એક-એક સેકેન્ડે કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે, દરેક રાજ્યોમાં કોરોના ફેલાઇ ગયો છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે કોરોનાને મહામારી જાહેર કરી દીધી છે અને મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે નિર્ણયના બે કલાકમાં જ સરકારે પાછો ખેચી જાહેરાત રદ કરી દીધી હતી. નિયમો અનુસાર જ્યારે મહામારી જાહેર કરવામાં આવે છે ત્યારે ભારત સરકાર રાજ્યોને આર્થીકથી લઇને દરેક બાબતની મદદ કરતી હોય છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી નોટિફિકેશનમાં કોરોનાને ડિઝાસ્ટર એટલે કે મહામારી તરીકે જાહેર કરવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

સાથે-સાથે સરકારે જણાવતા કહ્યું છે કે સરકારે કોરોના (કોવીડ-19) વાઇરસને મહામારી જાહેર કરવાનું નક્કી કર્યું છે, જેના કારણે એસ.ડી.આર.એફ. (સ્ટેટ રિસ્પોન્સ ફંડ) અંતર્ગત સહાયતા આપી શકાય છે. આ વાઇરસથી જીવ ગૂમાવનારાના પરિવારને ચાર લાખ રૂપિયા આપવામાં અપાશે, આ સહાયમાં એ લોકોનો પણ સમાવેશ કરાશે કે જેઓનું મોત રાહત અભિયાન કે તેની સાથે સંકળાયેલા કોઇ કારણોસર થયું હોય.

હાલભારતમાં વાઇરસના કેસો ધીરે ધીરે વધી રહ્યા છે. શનિવાર સાંજ સુધીમાં 96 લોકોને અત્યાર સુધી કોરોના વાઇરસ લાગી ચુક્યો છે, જેમાં બે કોરોના વાઇરસ દર્દીના મોત થયા છે જ્યારે ત્રીજા એક 71 વર્ષીય વૃદ્ધનું મહારાષ્ટ્રના બુલધાનામાં મોત થયું હતું જેને પણ કોરોના વાઇરસ હોવાની શંકા હતી. આ વૃદ્ધ સાઉદી અરેબિયાથી પરત ફર્યા હતા અને તેમને હાઇ બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટિસ હતો, આ સાથે જ મહારાષ્ટ્રમાં જ 26થી વધુ લોકોને કોરોના વાઇરસ લાગી ગયો છે અન તેઓ સારવાર હેઠળ છે.

અગાઉ દિલ્હીમાં એક 69 વર્ષીય અને કર્ણાટકમાં પણ એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. પંજાબના સ્વાસ્થ્ય પ્રધાન બલબિરસિંહે કહ્યું છે કે રાજ્યમાં એક શખ્સને કોરોના વાઇરસ હોવાનું સામે આવ્યું છે અને તેને અમૃતસરમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. તેલંગાણામાં પણ એક કોરોના વાઇરસનો કેસ સામે આવતા રાજ્યમાં બે લોકોને આ વાઇરસ લાગ્યો છે. કેન્દ્રની સાથે રાજ્ય સરકારો પણ કોરોના વાઇરસ સામે પહોંચી વળવા માટે સાવધાન થઇ ગઇ છે.

નોઇડામાં મેટ્રો સ્ટેશનોને સેનિટાઇઝરથી સાફ કરવામાં આવી રહ્યા છે. જ્યારે દેશભરના એરપોર્ટ હાઇએલર્ટ પર છે અને સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 12 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોનું સ્ક્રિનિંગ કરાયું છે. જ્યારે સરકારે મોટા ભાગના જાહેર કાર્યક્રમોને રદ કરી દીધા છે, ત્રીજી એપ્રીલે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા પદ્મ સન્માન કાર્યક્રમને પણ હાલ પુરતો રદ કરી દીધો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com