કોરોના વાયરસ અંગે સરકાર ધ્વારા જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ, ભરો નહીં તો 500 દંડ

Spread the love

Image result for spitting

ચીન સહિત સમગ્ર વિશ્વસમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ આ જીવલેણ વાયરસે પગપેસારો કર્યો છે. ભારતમાં અત્યાર સુધી 92 જેટલા કોરોના વાયરસના કેસ પોઝેટીવ આવ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગ રુપે કેટલાક નિર્ણયો કર્યો છે. જેના પગેલ કોરના વાયરસ સામે લડી શકાય. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોમાં જાહેરમાં થૂંકવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ જાહેરમાં થૂંકતા પકડાશે તો તેની પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. જે જેતે સ્થાનિક તંત્ર દ્વારા વસૂલવામાં આવશે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષા હેઠળ કોરોના વાયરસ સાવચેતીના ભાગ રૂપે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સચિવ, આરોગ્ય અગ્ર સચિવ, શિક્ષણ અગ્ર સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોરોના વાયરસ સામે લડવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મહત્વનો નિર્ણય એ છે કે તાત્કાલિક અસરથી જાહેરમાં થૂંકવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં થૂંકતા પકડાશે તો તેની પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. ચીફ સેક્રેટરી અનિલ મૂકીમે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશમાં ફેલાતા કોરોના વાયરસના સામે સાવચેતીના ભાગ રૂપે સરકારે નિર્ણયો કર્યા છે. જેમાં જાહેર સ્થળો ઉપર ચાર વ્યક્તિએ ભેગા ન થવું. ગુજરાતમાં અત્યારે કુલ 572 આઈસોલેઝન વોર્ડ રાખવામાં આવ્યા છે. દરેક જિલ્લામાં કોરનટાઈમ સેટઅપ ઊંભું કરવામાં આવ્યું છે. જે દેશમાં કોરોના વાયરસ વધારે પ્રસરેલા છે એ દેશોમાંથી ગુજરાતમાં આવતા તમામ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. અને જો શંકાસ્પદ જણાય તો તેમને 27 દિવસ સુધી અવલોકનમાં રાખવામાં આવે છે. કોરોના વાયરસની કામગીરી ઉપર સતત મોનિંટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવીએ કોરોના વાયરસ સામે સાવચેતીના પગલે અંગે જણાવતા કહ્યું હતું કે, શરદી ઉધરસના લક્ષણો ધરાવતા લોકોએ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. છીંક આવે ત્યારે મો આડે હાથ રાખીને છીંક ખાવી. તાવ અને શરદીના લક્ષણો ધરાવતા લોકોએ રાજ્ય સરકારની આરોગ્ય હેલ્પ લાઈન નંબર 104 ઉપર મદદ મેળવવી. શક્ય હોય તો ભૂખ્યા પેટે બહાર જવાનું ટાળવું જોઈએ. સમય સમય ઉપર સાબુથી હાથ ધોવાની ટેવ રાખવી જેવા સૂચનો આપ્યા હતા.  ઉલ્લેખનીય છે કે, અત્યારે કોરોના વાયરસ કુલ 122 દેશોમાં ફેલાયો છે. ભારતમાં કોરના વાયરસના 93 કેસ પોઝેટીવ આવ્યા છે જેનાથી 2 લોકોના મોત પણ નીપજ્યા છે. ગુજરાતમાં હજી સુધી કોરોના વાયરસનો કોઈ કેસ પોઝેટીવ આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com