દેશમાં સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ બચાવવાની વાતોની જાહેરાતો કરવામાં આવે છે, ત્યારે વિકાસ ગાંડા થયેલા અનેક કામો ચાલુને ચાલુ રહેતા સૌથી વધારે નાગરિકોને સહન કરવું પડે છે, ખોદવાનું કામ ક્યારે બંધ થતું નથી પાણીવાળા ગટરવાળા ભૂંગળા વાળા અને હવે મેટ્રો વાળા મંડી પડ્યા છે ત્યારે ચરોડ થી લઈને અનેક માર્ગો પર મેટ્રોનું કામ ચાલતા રોડ રસ્તાઓ બંધ કરવામાં આવતા પબ્લિકની હાલાકી વધી ગઈ છે ત્યારે અરજદારો સેક્ટર ૧૪- ૧૫ કટથી ખ -૪ સુધીના માર્ગ બંને તરફથી બંધ કરવામાં આવતા વન વે ટ્રાફિક્સ સામ સામે વધી જતા ટ્રાફિક પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી,
ઉનાળાની ગરમી અને પાછું હેલ્મેટ ફરજિયાત હોય તો ગરમીમાં ભલભલા રેબજેબ થઈ જાય, ત્યારે કોર્ટ કચેરીમાં વકીલો ને કોર્ટ દ્વારા કાળોકોટ પહેરવામાંથી મુક્તિ ઉનાળામાં આવે છે તો શહેરના ટ્રાફિકમય વિસ્તારોમાં હેલ્મેટની મુક્તિ આ ગરમી પૂર્તિ આપો તેવી પણ વાહન ચાલકોમાં માંગ ઉઠી છે ત્યારે અંગ જડતી ગરમીમાં ટ્રાફિક પોલીસની દશા બેસી ગઈ છે,