ઉબેર, રેપિડો,ઓલા, જુગનું : ઓનલાઇન એપના માધ્યમથી સફેદ નંબર પ્લેટમાં ચાલતા ટુ વ્હીલર પર પેસેન્જરને કરાવાતી મુસાફરી કાયમી ધોરણે બંધ કરવા માંગ : રાજ સિરકે

Spread the love

ઍટોરિક્ષા ચાલક વેલ્ફેર એસોસીએશન, અમદાવાદનાં પ્રમુખ રાજ સીરકેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓનલાઇન અને આવેદનપત્ર લખી કરી માંગ

અમદાવાદ

ઍટોરિક્ષા ચાલક વેલ્ફેર એસોસીએશન, અમદાવાદનાં પ્રમુખ રાજ સીરકેએ જણાવ્યું હતું કે ઉબેર, રેપિડો,ઓલા, જુગનું જેવી અન્ય કંપનીઓ દ્વારા ઓનલાઇન એપ્સના માધ્યમથી પેસેન્જરને મુસાફરી કરાવતા સફેદ નંબર પ્લેટમાં ચાલતા ટુ વ્હીલર પર પ્રતિબંધની જાહેરાત કરી, કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેના માટે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓનલાઇન અને આવેદનપત્ર લખી માંગ કરી છે.

ઑટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશન દ્વારા અનેકો વખત સરકારને CM થી લઈને PM સુધી સાથે અમદાવાદના લાગતા વળગતા તમામ વિભાગોમાં અમોએ રજૂઆતો પણ કરી છે.આખા ગુજરાતમાં અને અમદાવાદમાં અનેકો પ્રાઇવેટ કંપનીઓની જેમાં ઓલા,ઉબેર, રેપીડો,જુગનું જેવી અનેકો કંપનીઓની કાર (ટેક્ષી પાસિંગ) અને ટુ વ્હીલર (સફેદ નંબર પ્લેટ/ગ્રીન નંબર પ્લેટ) માં તમામ નિયમોને નેવે મૂકીને બિન્દાસ ચાલી રહ્યા છે. જેમાં આવા મીટર લાગેલ જ નથી. સાથે તેઓ ઘણા બધા સરકારના, ટ્રાફિકના કે આર. ટી. ઓ. ના નિયમોનું પાલન જ કરતા નથી.જેમાં પેસેન્જર વાહન કારમાં રૂફ ટોપ પર ટેક્ષી/મેકશી લખાણ, પેનિક બટન, ડ્રાઈવર યુનિફોર્મ, ડ્રાઇવરના નામ,સરનામા અને મોબાઈલ નંબરની વિગતો વાળું આઇ કાર્ડ, ડ્રાઈવરની સીટ પાછળ મુસાફર વાંચી શકે તે મુજબ તેની નામ,સરનામું અને મોબાઈલ નંબર ની સંપૂર્ણ વિગતો. વાહનમાં તામામે સીટ બેલ્ટ, ફરજિયાત ડિજિટલ ફેર મીટર. જેવી અનોકો નિયમોનું પાલન પેસેન્જર વાહનની રાઈડ કરાવતી કંપનીઓ ઓલા, ઉબેર, જુગનું, રેપિડો જેવી અન્ય પેસેન્જર રાઇડ પૂરી પાડતી કંપનીઓ પર અને ચાલકો પર કડકમાં કડક પગલાં ભરી મોટર વ્હીકલ અધિનિયમ કલમ 52 હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. આર.ટી.ઓ અમદાવાદ અને પોલીસ ડીપાર્ટમેન્ટને ગેરકાયદેસરમાં ફરતાં ટુ વ્હીલર્સના ઘણા ફોટોગ્રાફ્સ અને વિડિયો પણ મોકલેલ છે.તેના આધારે આવી કંપનીઓ કંપનીઓ પર કડકમાં કડક તપાસ કરી પગલાં લેવામાં આવે સાથે આવા સફેદ નંબર પ્લેટમાં ફરતા ટુ વ્હીલર્સ પેસેન્જર વાહન તરીકે ન ફરે તેવી જાહેરાત કરવામાં આવે તેવી રજૂઆત કરી છે .

આવી ગેરકાયદેસર ચાલતા ઓનલાઇન એપલિકેશન દ્વારા ચાલતા ટુ વ્હીલર વાહનો ના કારણે ઑટો રિક્ષા ચાલકોની રોજીરોટી,ધંધો છીનવાઈ રહ્યો છે.એના માટે જવાબદાર કોણ ? જો આને તત્કાળ અશરથી કાયમી ધોરણે એપ્લિકેશન દ્વારા ચાલતા સફેદ નંબર /ગ્રીન નંબર પ્લેટ વાળા ટુ વ્હીલર બંધ કરવામાં નહીં આવે તો અમો આંદોલન કરવા મજબૂર બનીશું. સફેદ નંબર પ્લેટમાં પેસેન્જરને મુસાફરી કરાવતા વાહનોમાં અકસ્માત જેવી ઘટના બને અને મુસાફરને કંઇપણ થાય કે મૃત્યુ થાય,છેડછાડ, લૂંટફાટ, તો તેના માટે જવાબદાર કોણ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com