ગુજ. યુનિ. સરકારી યુનિવર્સિટી કે ખાનગી યુનિવર્સિટી ?ગુજ.યુનિ.માં પ્રાઇવેટ IELTSનું કોચિંગ અને ભવનોના બિલ્ડીંગ ખાનગી કંપનીને ભાડે આપતા NSUIની આંદોલનની ચીમકી અને MOU રદ કરવા માંગ 

Spread the love

અમદાવાદ

એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સીટી સરકારી યુનિવર્સીટી હોવા છતાં ભલામણથી ખાનગી કંપનીને IELTS કોચિંગ કરાવવા આપ્યું છે. ખાનગી કોચીંગ એજન્સીઓ ગુજરાત યુનિવર્સિટી પ્રમોશન કરી રહી છે.ગુજરાત યુનિવર્સિટીમાં નવું એપીજે અબ્દુલ કલામ રીસર્ચ સેન્ટર બનાવામાં આવ્યું છે તેમાં ૩ અને ૪ માળ ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યો છે. જે તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીના ભવનોમાં ખાનગી કંપનીઓને ભાડે આપેલ જગ્યા પરત લેવામાં આવે અને MOU તાત્કાલીક અસરથી રદ બાતલ કરવામાં આવે તેવી એન.એસ.યુ.આઈ. માંગણી કરે છે .જો નહિ થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. ખાનગી કન્સલ્ટન્સી દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં IELTSનું કોચિંગ કરાવવામાં આવી રહ્યું છે. ધોરણ-12 પછી કે ગ્રેજ્યુએશન બાદ એમ અલગ-અલગ રીતે IELTSના કોચિંગ સાથે કન્સલ્ટન્સી કામ કરે છે.

ગુજરાત યુનિવર્સીટી હવે ખાનગી સંસ્થા ખાનગીકરણ તરફ આગળ વધતી હોય તેમ સાથે ભાગીદારીને IELTSના નામે કોચિંગ કલાસ ખોલવામાં આવ્યું છે. સરકારી યુનિવર્સિટી હોવા છતાં ખાનગી સંસ્થા રાખીને વિદ્યાર્થીઓને લાખોના ખર્ચે વિદેશ અભ્યાસ કરવા મોકલવામાં આવશે. અત્યારે ધોરણ-12ની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓ અને ગ્રેજ્યુએશન કર્યું હોય તેવા તમામ વિદ્યાર્થીઓને સ્ટડી ઇન એબ્રોડના નેજા હેઠળ કોચિંગ આપવાનું કહેવાય છે.ગુજરાત યુનિવર્સીટી એ હરિ નામની ખાનગી કન્સલ્ટન્સીને IELTSના કોચિંગ માટે કામગીરી સોપી છે. એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કન્સલ્ટન્સીની ઓફિસ આવેલી છે, જ્યાં વિદ્યાર્થીઓ ઇન્કવાયરી માટે જાય છે. 6 મહિનાના 10 હજાર રૂપિયા કોચિંગનો ચાર્જ લેવામાં આવે છે અને IELTSની એક્ઝામ ફી માટે 16 હજાર રૂપિયા લેવામાં આવે છે. યુનિવર્સિટીમાં બનાવેલી નવી લાઇબ્રેરીમાં IELTSના કોચિંગ કલાસ કરાવવામાં આવે છે. યુકે, USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માટે સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ કરાવવામાં આવે છે.ગુજરાત યુનિવર્સિટીમાં કેટલાય સમયથી ઠેર-ઠેર આ બેનર લાગ્યા હતા. બેનરમાં ઉપર ગુજરાત યુનિવર્સીટી તથા સ્ટડી ઇન એબ્રોડ લખેલા બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનર ક્યાંથી આવ્યા? અને કોણે લગાવ્યા? ડિપાર્ટમેન્ટમાં IELTSના કોચિંગ ગુજરાત યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટી છે કે ખાનગી યુનિવર્સિટી ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com