અમદાવાદ
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાર્કિંગ સુવિધાને બહેતર બનાવવા માટે ફાસ્ટંગ કાર પાર્કિંગ લોન્ચ કર્યુ છે. 23 મેથી શરૂ કરાયેલી આ નવતર સુવિધાનો લાભ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકો સરળતાથી લઈ શકશે. પરિવારજનોને પીક-અપ કે ડ્રોપ કરવા આવતા લોકો ટર્મીનલ- 2 પર આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ FASTag દ્વારા SVPA ની શ્રેષ્ઠત્તમ તકનીકોમાં વધુ એકનો ઉમેરો થયો છે. જેનાથી મુસાફરોની સગવડોમાં વધારાની સાથે તેમને ઉત્કૃષ્ટ અનુભવ પણ મળશે.
SVIA શરૂઆતથી જ ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતું રહ્યું છે. SVPIA ખાતે વાહનોના ઝડપી પ્રવેશ અને નિકાસ માટે FASTag ની સુવિધામાં એક-એક લેન રાખવામાં આવી છે. FASTag શરૂ થતાં પાર્કિંગમાં વાહનોની ગતિવિધીઓ ઝડપથી થશે જેના કારણે સમય અને ઇંધણની બચત થશે. FASTagનો મહત્વનો ફાયદો એ છે કે તેમાં રોકડ વ્યવહારોની જરૂરિયાત રહેતી નથી, જેથી બધાને સરળતાથી અને ઝડપી પાર્કિંગ વિકલ્પો મળી રહે છે.હવે મુસાફરોને એરપોર્ટ પર પાર્કિંગની રસીદ માટે અથવા પ્રવેશ કે બહાર નીકળતી વખતે રોકડ/ક્રેડિટ ચૂકવણી કરવા રાહ જોવી કે માનવીય હસ્તક્ષેપ રહેશે નહીં. તેથી એકંદરે પાર્કિંગ અનુભવને સીમલેસ બનાવે છે. જો કે, FASTag પાર્કિંગ ઉપયોગ કરતા પ્રવાસીઓએ તેમના FASTag માં પુરતા બેલેન્સ અને સક્રિય હોવાની ખાતરી કરવી જરૂરી છે. વળી નિર્ધારીત FASTag લેનમાં પ્રવેશતા મુસાફરોએ બહાર નીકળવા માટે પણ એ જ લેનમાંથી પસાર થવું આવશ્યક છે. મુસાફરોએ માનક દર ચૂકવ્યા બાદ પાર્કિંગ સુવિધા માટે કોઈ વધારાનો ખર્ચ કરવો પડતો નથી. SVPIA એરપોર્ટ દૈનિક કામગીરીને સુધારવા ટેક્નોલોજીને નિયમિત અપગ્રેડ કરે છે.
પાર્કિંગ કેવી રીતે કરશો?
પ્રવેશ કરતી વખતે
T2 પરિસરમાં પ્રવેશતા વાહનો T2 એક્સેસ રોડ સુધી પહોંચશે ,
પ્રવેશ બાદ વાહનોને FASTag માટેની નિર્ધારિત લેનમાં લઈ જવા ,
પ્રવેશદ્વાર પર FASTag નિયંત્રક વાહનની વિન્ડસ્ક્રીન પરનો ટેગ વાંચશે ,
બૂમ ગેટ ખુલતા વાહન પાર્કિંગ માટે જઈ શકે છે.
બહાર નીકળતી વખતે
નિર્ધારીત FASTag લેનમાંથી બહાર નીકળવું ,
કંટ્રોલ સિસ્ટમ ટેગ વાંચતા જ યાપાત્ર પાર્કિંગ ફી આપમેળે કપાઈ જશે.
બૂમ ગેટ વાહનને બહાર નીકળવા દેશે.
જો કે SVPIA પર FASTag વિના મુસાફરી કરતા લોકો માટે મેન્યુઅલ પાર્કિંગ વ્યવસ્થા અને પાસ-થ્રુ લેનને ચાલુ રાખવામાં આવ્યા છે.