અમદાવાદ ST ડેપોના શૌચાલયમાં સવારે ટોયલેટના 5, બાથરૂમ ના ૧૦ થી ૨૦ લુટતા કોન્ટ્રાક્ટરો
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા અનેક એસ.ટી બસ સ્ટેન્ડોની કાયાપલટ કરી છે, નવી બસો નવા શૌચાલય પણ નિર્માણ પામે છે, ત્યારે શૌચાલયની કોન્ટ્રાક્ટર આવ્યા બાદ કોન્ટ્રાક્ટરો ફાટીને ધુમાડે ગયા હોય તેમ ભારે ફાટ્યા છે, 5 થી 10 રૂપિયામાં ફરિયાદ કરવા કોને જશે? તેમ સમજીને લૂંટમાર મચાવી છે ત્યારે નાના બાળકો હોય, વૃદ્ધા હોય અને સૌચાલય એવા પીપી કરવાના પાંચ રૂપિયાની લૂંટ મચાવતા અનેક લોકો શૌચાલયથી દૂર રહ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી,
અમદાવાદની એસટી ડેપોના શૌચાલયો હવે ફાટીને ધુમાડે ગયા છે પેશાબ કરવાના પહેલા પૈસા પછી જ અંદર શૌચાલયમાં જવા દેતા હોય છે ત્યારે બાથરૂમમાં જવા ૧૦ ના સીધા ડબલ ભાવ 20 ની લૂંટ સવારે મચાવવાની શરૂ કરી દીધી છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે આંખ લાલ કરીને કોન્ટ્રાક્ટ કેન્સલ કરવાની જરૂર હોવાનું લોકો જણાવી રહ્યા છે.
વિકાસ થયો પણ મોંઘવારીનો વિકાસ જેવો ઘાટ, ટોયલેટ શૌચાલયના ડબલ ભાવ, અને ખરેખર સવારે ટોયલેટ કરનાર માટે ફ્રી છે તો તેના પણ પાંચ રૂપિયા પહેલા આપો તો એન્ટ્રી, આવું કેવું ?