“અંગુઠાના ખોટા લેબ રિપોર્ટ બનાવી કરોડોની જમીન પચાવી પાડતા ગેંગના આરોપીને દિલ્હીથી પકડતી અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. 

Spread the love

આરોપી નીરલભાઇ રાકેશભાઇ ઝવેરી

અમદાવાદ

અમદાવાદ ગ્રામ્ય”એસ.ઓ.જી. શાખાએ “અંગુઠાના ખોટા લેબ રિપોર્ટ બનાવી કરોડોની જમીન પચાવી પાડતા અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના અલગ-અલગ પો.સ્ટે. તથા સી.આઇ.ડી. ક્રાઇમ અમદાવાદ ઝોનના છેતરપીંડીના ગુન્હાઓમાં નાસતા-ફરતા ભૂમાફીયા ગેંગના આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડ્યો હતો.

પોલીસ મહાનિરીક્ષક વિ.ચંન્દ્રશેખર, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક અમિત વસાવાએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા એસ.ઓ.જી. શાખાના ઈ.પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયને જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને જિલ્લા તથા શહેરના જમીન પચાવી પાડનાર ગુનેગારોને પકડી પાડવા ટેકનીકલ/હ્યુમન સોર્સીસની મદદથી આઇ.કે.શેખ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ. ગોવિંદસિહ્ દલપુજીને સંયુક્ત રીતે મળેલ બાતમી આધારે બોપલ પો.સ્ટે , અસલાલી પોલીસ સ્ટેશન, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન ,સાણંદ પો.સ્ટે., સી.આઇ.ડી.ક્રાઇમ અમદાવાદ ઝોન એફ.આઇ.આર. મુજબ ઇ.પી.કો. કલમ-૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૨૦(બી) મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી નીરલભાઇ રાકેશભાઇ ઝવેરી રહે-૧, સુરધારા બંગ્લોઝ વિભાગ-૨ પ્રહલાદનગર અમદાવાદને પો.સ.ઇ આઇ.કે.શેખ સાથે ટીમ બનાવી દિલ્હી ખાતે આરોપીને શોધી કાઢ્યો હતો. આરોપી ડી.એ.વી.સ્કુલ, એમ.સી.ડી.પાર્ક નાહરપુર દિલ્લી ખાતેથી મળી આવતા ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે.આ કામગીરીમાં ઈ.પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.કરમટીયા તથા પો.સ.ઇ. ડી.વી.ચિત્રા તથા પો.સ.ઇ આઇ.કે.શેખ તથા એ.એસ.આઇ. ગોવિંદસિહ દલપુજી તથા એ.એસ.આઇ. વિજયસિંહ જગતસિંહ તથા એ.એસ.આઇ. માનસીબેન જગદીશભાઇ તથા અ.હે.કો કુલદીપસિંહ સહદેવસિંહ તથા આ.પો.કો. હાર્દિકકુમાર રણમલભાઇ તથા ડ્રા.પો.કો જયંતીભાઇ સવજીભાઇ જોડાયેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com