ગુજરાતમાં અગાઉ બે દાયકામાં પ્રદેશ પ્રમુખ તરીકે rc ફળદુ, પુરુષોત્તમ રૂપાલા, જીતુ વાઘાણી, સી આર પાટીલ આવ્યા, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રીય ની ઈચ્છા કોંગ્રેસ દ્વારા વર્ષો પહેલા ૧૪૯ સીટ નું રેકોર્ડ તોડવાની હતી, તે રેકોર્ડ તોડવામાં ૨૦ વર્ષના ગાળામાં અનેક પ્રદેશ પ્રમુખો બદલાયા, પણ આ રેકોર્ડ તૂટી ન શક્યો, ત્યારે જીતુ વાઘાણી બાદ સીઆર પાટીલની પ્રદેશ પ્રમુખની કમાન સોંપવામાં આવ્યા બાદ તેમનો અંડરગ્રાઉન્ડ વિરોધ થયો હતો, વિરોધમાં બહારના અને તેમની વસ્તી કેટલી ? બસ આ વિરોધ નો શૂર તેમના કાને ગુંજાયો હતો. ત્યારે તેમણે મનપા નક્કી કરી લીધું હતું કે પીએમ મોદીની જે ઈચ્છા કોંગ્રેસનું રેકોર્ડ તોડવાની છે તે પુસ્ટ કરવી છે, ત્યારે તેમણે સૌપ્રથમ પેજ પ્રમુખની ૈઙ્ઘીટ્ઠ લાવીને પેજ પ્રમુખ વોર્ડ દીઠ બનાવીને જે અભિયાન આદર્યું તેમાં મોટી સફળતા મળી અને બીજું નાના કાર્યકરો માટે સીઆર ખૂબ જ લાડકા બન્યા દર અઠવાડિયે બે મંત્રીએ કમલમ કોબા ખાતે કાર્યકરોના પ્રશ્નો સાંભળવા પડશે તેમાં કાર્યકરોમાં મોટો ઝોમ જે આવ્યો હતો તે સી.આર. ને આભારી છે ત્યારે હાલ પ્રદેશ પ્રમુખ બદલાવાની જે વાતો ચાલે છે તેમાં કાર્યકરોમાં સી.આર પાટીલ રહે તેવું લોકો ઇચ્છી રહ્યા છે,
વધુમાં જુલાઈ મહિનો આવતા જ ફરી વખત રાજયમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ખુરશીમાં વર્તમાન પ્રમુખ સી.આર.પાટીલને લોકસભા ચૂંટણી સુધી એકસ્ટેશન અપાશે કે પછી તેઓને લોકસભા ચૂંટણીનો પૂરો ચાર્જ સોંપીને તેમના માર્ગદર્શન હેઠળ નવા પ્રદેશ પ્રમુખ તૈયાર કરાશે તે અંગેની ચર્ચા શરૂ થઇ ગઇ છે.બીજી તરફ સી.આર.પાટીલ ખુદ પોતે દર સપ્તાહે રાજયભરમાંથી જિલ્લા અને મહાનગરના પ્રમુખો, મહામંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, કારોબારી સભ્યો તેમજ સંગઠનના અન્ય અગ્રણીઓને ગાંધીનગર બોલાવીને તેમનો ચાર થી પાંચ કલાકનો વર્કશોપ લઇ રહ્યા છે અને તેમાં આ માસના અંતથી જે રીતે કેન્દ્રની મોદી સરકારના નવ વર્ષ પૂરા થવાના છે તેની ઉજવણી અને તે રીતે ૨૦૨૪ની ચૂંટણીમાં પૂર્વ તૈયારી માટે પક્ષને તૈયાર કરાશે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ સી.આર.પાટીલ જે રીતે રાજયભરમાં પ્રવાસ કરી રહ્યા છે અને રાજયભરના ભાજપના સંગઠનને ગાંધીનગર દોડાવી રહ્યા છે તેથી ચર્ચા એ છે કે તેઓ જુલાઇમાં તેમની ટર્મ પૂરી થાય તે પહેલા એક મોટું ફ્રેમવર્ક તૈયાર કરશે અને તેના મુજબ ૨૦૨૪માં ગુજરાત ભાજપ ચૂંટણીમાં જશે. ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ હવે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી, એસસી અથવા એસટી સમુદાયના ચહેરાને સ્થાન અપાશે. પાટીલ હાલ જનરલ કેટેગરીમાં છે. મુખ્યમંત્રી તરીકે પાટીદાર છે અને તેથી ઓબીસી સહિતના સમુદાયને ટોચનું નેતૃત્વ મળે તે માટે તૈયારી છે. જેથી લોકસભા ચુંટણીમાં તે મુદ્દો ઉપસ્થિત રહે નહીં આ ઉપરાંત પાટીલને પાડોશી રાજસ્થાનમાં પણ ધારાસભા ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપાછું તેવી ધારણા છે. ખાસ કરીને કર્ણાટક પરિણામો પછી ભાજપ હવે એક પણ એવી સ્થિતિ સર્જવા માંગતું નથી જેના કારણે લોકસભા ચૂંટણીમાં તેના માટે કોઇ મુશ્કેલી સર્જાય અને તેથી પાટીલ તેમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.