ગુજરાતમાં અગાઉના મુખ્યમંત્રી વિજયરૂપાણી દ્વારા રેતી માફીયાઓને ાથવા માટે ડ્રોન ખરીદવામાં આવ્યા હતા, હાલ ડ્રોન ક્યાં છે? તે ખબર નથી, ત્યારે રેતી માફીયાઓનું નેટવર્ક દારૂની રેલમછેલ કરતાં બુટલેગરો કરતાં પણ જાેરદાર અને મજબુત છે, ત્યારે રેતી માફીયાઓ સાબરમતી નદીના તમામ ઉપર જમાવટ કરી દીધી છે, અધિકારીયો રજામાં હોય ત્યાર રેતી સૌથી વધારે ઉલેચાઇ જાય છે, સાબરમતી નદીમાંથી ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા અનોડિયા સાબરમતી નદીમાં માટીનો બંધ બનાવી દીધો છે.
આથી નદીનું પાણી ઇરીગેશન સુધી નહી આવતા ખેડૂતોને ખેતરમાં પાણી નાંખવું કપરું બન્યું છે. નદીમાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતા માફિયાઓ સામે પગલાં લેવામાં આવે અને રેતીના બંધને દુર કરવાની માંગ લોકોમાં ઉઠવા પામી છે જિલ્લાના માણસા તાલુકાના અનોડિયા ગામની સાબરમતી નદીમાંથી રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. રેતી ખનનના કારણે ભૂમાફિયાઓ દ્વારા નદીમાં આવતા પાણીને અટકાવવા માટે નદીમાં જ રેતીનો બંધ બનાવી દીધો છે. મોટા રેતીના બંધને કારણે નદીમાંથી પાણી આગળ આવતું અટકી જવા પામ્યું છે.આથી નદીનું પાણી નહી આવતા નદીમાં ઇરીગેશનમાં પાણી નહી આવતું હોવાથી ચાલુ થતાં નથી. જેને પરિણામે ખેડુતોને ખેતી માટે ઇરીગેશનથી નદીનું પાણી આપી નહી શકવાથી ઉનાળું પાક સુકાઇ રહ્યો છે. ત્યારે અનોડિયા ગામની સાબરમતી નદીમાં ગેરકાયદે રેતીનું ખનન કરતા ભૂમાફિયાઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.નદીમાંથી ઉલેચતા રેતી માફિયાઓ ઉપર રહેમ નજર રાખવામાં આવી રહી હોવાથી જ આ રીતે નદીમાં રેતીનો બંધ બનાવીને પાણી રોકી દેવામાં આવ્યું છે. જાેકે નદીમાં બનાવેલા આવા માટીના બંધને દુર કરીને પાણી આવે તેવી કામગીરી કરવાની માંગણી સાથે સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી, કલેક્ટર, મામલતદાર, ખાણ ખનીજ વિભાગ સહિતમાં બે મહિના અગાઉ રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં હજુ કોઇ જ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નહી આવતા ખેડુતો તેમજ સ્થાનિક લોકોમાં રોષ ઉઠવા પામ્યો છે.
રેતીમાફીયાઓના કારણે સૌથી કપરી સ્થિતિ ખેડૂતોની બની છે, રેતી માફીયાઓએ માટીનો બંધ એવા પાળો બાંધી દેતાં આગળ પાણી જતું અટકાવી દેતાં ખેડૂતોને ખેતીમાં પાણી પહોંચતું નથી, રેતી માફીયાઓની ટણી હવે સરકારે કાઢવાની જરૂર હોવાનું લોકો જણાવી રહ્યા છે,