GJ-18 મનપાના કમિશનર પોતે કોમન મેન છે, કમિશનર પોતે ટેક્સ કલેક્શન વધે તે માટે સરાહનીય પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે મનપાનો ટેક્સ ખાતાનો સ્ટાફ કોઈ ધ્યાન આપતો નથી, ત્યારે કુરિયર કંપનીના લોચા લાપસી અને જે સરનામાં છે, તે ખોટા તો જવાબદારી કોની? ત્યારે કમિશનર શ્રી નીચેથી જાડું લઈને મંડી પડો અને ઘર મૂળથી ફેરફાર બદલીના કરો ઘણા કર્મચારીઓ રીઢા બની ગયા છે તેમની ઉપર હવે તમારે પકડ કરવી હોય તો બદલી નો દોર ચલાવો તો જ કામ થશે, આવનારા દિવસો ચોમાસામાં કપરા આવવાના છે, ત્યારે નીચેથી હવે એ સાફ-સફાઈ કરવી જરૂરી છે, કમિશનર દ્વારા રોજબરોજ કેટલું કલેક્શન આવ્યું તેની માહિતી મેળવવામાં આવે છે, પણ અત્યારે મોટાભાગનું સ્ટાફ ટેબલ નીચેની આવકમાં પડી ગયો છે, તેમાં નીચેથી સાફ-સફાઈ કરવાની જરૂર છે, હવે શાંતિના પાઠ ભણાવશો તે નહીં ચાલે, આજે ટેક્સ કલેક્શન એ મોટી જવાબદારી હોવા છતાં ટેક્સ ખાતું બિલો નથી પહોંચાડી શક્યું અને તારીખ બિલ ભરવાની હતી બાકી ભલે તારીખ લંબાઇ પણ બિલો આજે પણ લોકોને મળ્યા નથી.
કમિશનર શ્રી બદલીઓનો દોર શરૂ કરો વર્ષોથી પેધી પડેલા અને ત્રણ વર્ષથી વધારે સમયથી એક જ બ્રાન્ચમાં ચીપકી ગયેલા ઓને હવે તગેડો બદલી બાદ જ નવા રહસ્યો ઉપરથી પડદો ઉચકાશે, પ્રજાના કામો થતા નથી, ટેક્સ ભરનારાઓને બિલ હજુ મળ્યા નથી, ત્યારે કર્મચારી સ્ટાફ અને ટેક્સ બિલ કુરિયર કંપનીનું સેટિંગ ડોટ કોમ ગણાવું કે હોય પછી એકબીજા પર ખો જેવો ઘાટમાં પીસાઈ રહી છે પ્રજા,