ગમે ત્યારે સારું કામ કરો ત્યારે વિધ્ન આવે, હોમ હવનમાં હાડકા પણ હોમાય, ત્યારે ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રીએ જુના રમકડા જે ઘરોમાં હોય તે ઉઘરાવીને બાળકોને રમવા માટે એક રમકડા બચત બેંકની શરૂઆત કરી જે સરાહનીય છે ત્યારે ધારાસભ્ય રીટાબેન પટેલ થી લઈને શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, ચેરમેન જશુ પટેલ થી લઈને જિલ્લાના પ્રમુખ પણ જુના રમકડા મેળવીને એક મોટો કવોટો ભેગો કરીને શાળામાં ભણતા બાળકોને આપવા તજવીજ હાથ ધરી, ત્યારે એક સંસ્થા દ્વારા આનો જે વિરોધ દર્શાવ્યો છે, તેમાં ગરીબ બાળકોને જુના રમકડા આપવાનો કન્સેપ્ટ મૂળભૂત રીતે અસમાન છે, જુના રમકડા થી ગરીબ બાળકોના માનસમાં ગરીબાઈ નો ખ્યાલ થશે કે અમે ગરીબ છીએ એટલે જુના રમકડા આપવામાં આવે છે, ત્યારે જાેવા જઈએ તો કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા કરેલો પ્રયાસ સરાહનીય છે, આજે બાળકો મોટા ભાગે હેલ્થી રમતો રમકડાથી દૂર જઈને મોબાઈલ જે આંગળાના ટેરવાની રમતો જ રમે છે, જે બાળકોનો પ્રવૃત્તિમય વિકાસ થતો નથી ભારત દેશ આઝાદ થયા બાદ ગરીબ હતી ગરીબી રહેવાની છે, હા પ્રયત્ન પીએમ પણ કરી રહ્યા છે, પણ ગરીબી હટાવવી નાની માના ખેલ નથી આજે ઝૂંપડામાં રહેતા બાળકોને પાકા મકાન રોડ રસ્તાથી લઈને ટ્રાન્સપોર્ટેશન અને ગમે તે રાજ્યમાં જવું હોય તો ટ્રેનોની સગવડ આવી ૭૫ વર્ષના ઇતિહાસમાં વિકાસ પણ થયો છે, ત્યારે હેલ્થી રમતો વિસરાઇ ગઈ છે.આજની પેઢીના બાળકોને હેલ્થી રમતો માં અને માઈન્ડ એપ્લાય થાય તે માટે રમકડા જુના જ યાદ કરવા પડે બાકી નવા રમકડા આજે મોટાભાગના બંધ થઈ ગયા છે, લાકડાનો ખટારો આ બધું ખરીદવું હોય તો શહેર ખુદવા પડે જે વિશરાઇ ગયું છે, જેને પૂર્ણ જીવિત કરવું જરૂરી છે, ત્યારે વિરોધ વંટોળ કરનારી એક સંસ્થા ફક્ત કાગનો વાઘ છે, જેથી સેવા કરવી હોય તો તેમને કોણ રોકે તેવું પણ લોકો કહી રહ્યા છે,