GJ-18 મનપાના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ ના બાવીસ વર્ષીય દીકરા ઉપર મંગળવારના રોજ રાત્રે ન જીવી બાબતે છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા અને આ સમાચાર ગ્રામ્ય એવા વાવોલ તથા સેક્ટરોમાં ફેલાતા ટોળેટોળા ઉંમટી પડ્યા હતા, ત્યારે ડેપ્યુટી મેયર પોતે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા સુરત ખાતે યોજાયેલ મીટીંગમાં જવા નીકળેલા હતા ,ત્યારે નડિયાદ પહોંચતા આ સમાચાર મળતા તેઓ પરત ભરેલ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલ, ત્યારબાદ પક્ષનો આદેશ અને સૂચના હોવાથી પોતે મોડી રાત્રે સુરત જવા નીકળ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલામાં ઘાયલ ડેપ્યુટી મેયરના પુત્રને છાતીના તેમજ માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે સેકટર – ૭ પોલીસે ગુનો નોંધી હુમલાખોર યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલનાં પુત્રની કારને ગઈકાલે રાતે સરિતા ઉધાન જતાં રોડ પર સેકટર – ૯ નાં બસ સ્ટેન્ડ પાસે રોકીને બાઈક સવાર યુવાને નજીવી બાબતે છરીનાં ઘા ઝીંકીને જીવલેણ હૂમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલામાં ઘાયલ ડેપ્યુટી મેયરના પુત્રને ગાંધીનગરની હાઈટેક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.ગાંધીનગરના સેકટર – ૫/બી ખાતે રહેતા ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલનો ૨૨ વર્ષીય પુત્ર જશજીતસિંહ કુટુંબી કાકા નરેન્દ્રસિંહ કુબેરસિંહ ગોલની માલિકીની આઈટેન ગાડીનો ઉપયોગ કરે છે. ગઈકાલે રાત્રે જશજીતસિંહ આશરે સાડા આઠેક વાગે ગાડી લઈને મોટા બાપુના ફુલ આપવા માટે એકલો નિકળ્યો હતો.તે દરમ્યાન છ- ૩ સર્કલ થી સરીતા ઉદ્યાન તરફ જતા રોડ ઉપર સેક્ટર-૯ ના બસ સ્ટેશન નજીક બાઈક (નંGJ-18-DK-4484) નો ચાલક ગાડીની આગળ ઝડપથી પસાર થયો હતો. અને અચાનક આગળ જઈને તેણે ગાડી આગળ બ્રેક મારી બાઈક ઊભું રાખી દીધું હતું. જેનાં કારણે જશજીતસિંહને પણ ગાડીને બ્રેક મારીને ઉભી રાખવાની ફરજ પડી હતી.આ સમયે બાઈકનો ચાલક એકદમ ઉશ્કેરાઈ જઈને ગાડી પાસે પહોંચી ગયો હતો. અને જશજીતસિંહને ગાડીમાંથી નીચે ઉતારી ગાળાગાળી – ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી જશજીતસિંહે ગાળો બોલવાની ના પાડતાં ઈસમ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના પેન્ટના ડાબા ખિસ્સામાંથી છરી જેવુ હથિયાર કાઢી ઘા ઝીંકવા લાગ્યો હતો.આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ જશજીતસિંહે બુમાબુમ કરતા આજુ બાજુમાંથી માણસો દોડી આવ્યા હતા. બાદ તેણે તેના મિત્ર તેજપાલસિંહ રહેવર તથા હિંમાશુ ગાંધીને સ્થળ પર બોલાવી લીધા હતા. જેઓ બાઈક ચાલકને પકડી લઈ સેકટર – ૭ પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત જશજીતસિંહને હાઈટેક હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયો હતો. આ અંગે પોલીસે બાઈક સવારની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ અર્જુન જાેશી હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી અર્જુન જાેશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.