GCCIની રજૂઆતથી CGWA દ્વારા  ક્લસ્ટરમાં કાર્યરત ઉદ્યોગોને પીઝોમીટરના ઇન્સ્ટોલેશન કરવા અંગે મુક્તિ

Spread the love

ભૂગર્ભજળ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરતી વખતે ઉદ્યોગો પર પડતા કમ્પ્લાયન્સ બોજને હળવો કરવાની દિશામાં પણ એક સકારાત્મક પગલાનો નિર્ણય

અમદાવાદ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એ કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય હેઠળ ની સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA)ને રજૂઆત કરી હતી કે જે તે વિસ્તારમાં ક્લસ્ટરમાં કાર્યરત ઉદ્યોગોને પીઝોમીટર ના ઇન્સ્ટોલેશન કરવા અંગે મુક્તિ આપવામાં આવે. CGWA ની જાહેર સૂચના નંબર 05/2023 તારીખ 8મી મે, 2023 દ્વારા તેઓના તારીખ 29મી માર્ચ, 2023 ના નોટિફિકેશનમાં સુધારો કરવામાં આવેલ છે. જલ શક્તિ મંત્રાલય, ભારતના ગેઝેટમાં પ્રકાશિત, અસાધારણ, ભાગ ॥ વિભાગ ૩, પેટા-વિભાગ (ii), સૂચના . નંબર S.0, 1509 (E), જેમાં ફકરો 4.1 (iv) જણાવે છે કે “ઔદ્યોગિક વિસ્તારોમાં (નિયુક્ત અથવા, કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા સૂચિત), સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) સ્થાનિક જળ- ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિ અનુસાર તેમજ પાણીના સ્તર નું નિરીક્ષણ કરી, જરૂરિયાત-આધારિત પીઝોમીટરનું સ્થાપન કરશે તેમજ આ કાર્ય હવે જે તે ક્લસ્ટર ઉદ્યોગોએ કરવાનું નહિ રહે. આ સૂચના પ્રમાણે ક્લસ્ટરમાં સ્થિત ઉદ્યોગોને પીઝોમીટરની ફરજિયાત ઇન્સ્ટોલેશનમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.

પીઝોમીટર ઇન્સ્ટોલેશનની જરૂરિયાત ઉદ્યોગો કે જે ક્લસ્ટર માં આવેલ છે તેઓ માટે ચિંતાનો વિષય હતો. દરેક બોરવેલ સાથે કેતુ-નિર્મિત અવલોકન કુવાઓ (પીઝોમીટર)ની સ્થાપના ભૂગર્ભ જળમાં થયેલ ક્ષતિ ને જાણવા માટે ઉપયોગી બનતું નથી અને તેથી પીઝોમીટર સ્થાપિત કરવાનો હેતુ નિરર્થક નીવડે, વધુમાં, ઉદ્યોગો ને બિનજરૂરી નાણાકીય ખર્ચ થાય અને વહીવટી બોજ પડતો હતો. આ નિર્ણય ભૂગર્ભજળ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરતી વખતે ઉદ્યોગો પર પડતા કમ્પ્લાયન્સ બોજને હળવો કરવાની દિશામાં પણ એક સકારાત્મક પગલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com