અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે BRTS , AMTS તેમજ રીક્ષામાં પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતા બે ગુન્હેગારોને  દાણીલીમડાથી પકડયા

Spread the love

આરોપી મોહંમદહુસેન નન્નુમીયા શેખ (ભીસ્તી), અને સરફુદ્દીન ઉર્ફે સરફરાજ

અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશ્નર દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.જાડેજાની ટીમના પો.સ.ઇ આઇ.એમ.ઝાલા તથા A.S.I. રાજેશકુમાર દામોદરપ્રસાદ, P.C.પ્રદિપકુમાર હેમજીભાઇ દ્વારા ચોરી કરતાં આરોપી મોહંમદહુસેન નન્નુમીયા શેખ (ભીસ્તી), સરફુદ્દીન ઉર્ફે સરફરાજને દાણીલીમડા કબાડી નં.૧ ની સામે પટેલ મેદાન તરફ જતા રોડના નાકેથી ઝડપી લીધો હતો. આરોપી પાસેથી કુલ રૂ.૫૦૦૦૦ મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.આરોપીઓ અવાર નવાર ભીડભાડળી જગ્યાઓ તથા બસ તથા રીક્ષામા બેસેલ પેસેન્જરોની નજર ચુકવી દર દાગીના તથા કિંમતી માલસામાનની ચોરી કરતા હતા.

શોધાયેલ ગુન્હો

કાગડાપીઠ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૫૨૩૦૫૦૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

આરોપીઓનો ગુન્હાહિત ઇતીહાસ

(૧) મોહંમદ હુસેન નન્નુમીયા શેખ અગાઉ વટવા પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુન્હામાં પકડાયેલ છે. (૨) સરફુદ્દીન ઉર્ફે સરફરાજ સ/ઓ કમરૂદ્દીન શેખ, દશેક વર્ષ અગાઉ દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે બે વાર મારામારીના ગુન્હામાં તથા આઠેક વર્ષ પહેલા રખીયાલ તથા કાગળાપીઠ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. જે બદલ મોરબી જેલ ખાતે પાસા અટકાયતી તરીકે આશરે બે મહિના જેટલો સમય જેલમાં રહેલ છે. ઉપરાંત આજથી બે ત્રણ વર્ષ પહેલાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. જે ચોરીના ગુન્હાઓમા બે થી ત્રણ વખત સાબરમતી જેલ ખાતે આશરે પાંચ થી દસ દિવસ જેલમાં રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com