આરોપી સંદીપ સિધ્ધીનાથ પાંડે
અમદાવાદ
પોલીસ કમિશનર, અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચે અમદાવાદમાં એસ.ઓ.જી. ના હેડની કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર જે.વી.રાઠોડની સૂચના તથા માર્ગદર્શન આધારે અર્નામ હેડ કોન્સ. કમલેશકુમાર મણીલાલને મળેલ ચોક્કસ અને આધારભુત બાતમી આધારે અમદાવાદ , આશ્રમ રોડ, વી.એસ.હોસ્પિટલ સામે, મહાકાંતા કોમ્પ્લેક્ષના સાતમા માળે આવેલ ઓફિસ નં-૭૦૧ એસ.આર.સર્વિસીસ નામની ઓફિસમાં રેઇડ કરી ઓફિસના માલિક આ કામના આરોપી સંદીપ સ/ઓ સિધ્ધીનાથ પાંડે ઉ.વ.૩૦ રહે. મ.ન.આઇ-૫૦૫, સાસ્વત મહાદેવ-૦૨, વૃંદાવન વાટીકાની પાસે, વસ્ત્રાલ, અમદાવાદને તેઓની ઓફિસમાં નોકરીએ રાખેલ કર્મચારીઓમાના આઠ જેટલા કર્મચારીના બનાવટી પોલીસ વેરિફિકેશન સર્ટીઓ સાથે પકડી પાડયા હતા. તેના વિરૂધ્ધમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ધી ઇ.પી.કો. ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ તા.૨૪/૦૫/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની તપાસ અર્થે પો.સ.ઇ. એન.બી.પરમારને સોંપવામાં આવી છે.
આ કામના આરોપી સંદીપ સિધ્ધીનાથ પાંડેની પુછ-પરછ કરતા પોતે બી.એ. સુધીનો અભ્યાસ કરે છે. પોતે છેલ્લા બારેક વર્ષથી અમદાવાદમાં રહે છે. અગાઉ પોતે એચ.ડી.એફ.સી. બેંક ડ્રાઇવિંગ શાખામાં મેનેજર તરીકે નોકરી કરેલ ત્યારબાદ પોતે ચારેક વર્ષથી ઉપરોક્ત એસ.આર.સર્વિસિસ નામની ઓફિસ ધરાવી અલગ-અલગ બેંકો ની લોન રિકવરીનું કોલસેન્ટર તથા રિકવરીનું કામકાજ કરે છે. તેમજ પોતાના આ કામકાજ અર્થે લોન રિકવરી જે કર્મચારીઓને નોકરી ઉપર રાખે તેઓના પોલીસ વેરિફિકેશન સર્ટીની જરૂરીયાત રહેતી હોય જે સર્ટી કાયદેસર નહીં મેળવી બનાવટી બનાવી તેનો ઉપયોગ કરતો હતો.જેની આગળની તપાસ પો.સ.ઇ. એન.બી.પરમાર ચલાવી રહ્યા છે. આરોપી હાલમાં (૧) એક્ષિક્સ બેંક (ર) યશ બેંક (૩) આઇ.સી.આઇ.સી. બેંક (૪) ઇન્ડસઇન્ડ બેંકની લોન રિકવરીનું કામકાજ કરે છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) પો.ઇન્સ. જે.વી.રાઠોડ
(૨) પો.સ.ઈ.શ એન.બી.પરમાર
(૩) HC કમલેશકુમાર મણીલાલ (ફરીયાદી તથા બાતમી)
(૪) HC હરપાલસિંહ પવનસંગ
(૫)PC જયરાજસિંહ વિક્રમસિંહ